________________
૨૧૨
તપોરત્ન રત્નાકર
પૂર્વ દિશામાં બે-શ્રી પાર્શ્વનાથ તેમજ શ્રી મહાવીરસ્વામી.
આ કમને અનુલક્ષીને જ આપણે “સિદ્ધ યુદ્ધમાં રારિ બ-સોચ વાળી ગાથા જાણીએ છીએ.
ભરત ચક્રવતીએ તીર્થરક્ષા માટે આ પર્વતને ચારે તરફ આઠ આઠ પગથિયાં કરાવ્યા એટલે “અષ્ટપદ” એ નામથી પ્રસિદ્ધિ થઈ. જૈન શાસ્ત્રોમાં એ ઉલ્લેખ મળી આવે છે કે-જે ચરમશરીરી હોય એટલે કે–તભવમોક્ષગામી હોય તે જ શ્રી અષ્ટાપદની યાત્રા કરી શકે છે. શ્રી ઉત્તરાધ્યયનની શ્રી શાંત્યાચાર્યકૃત બૃહદ્વૃત્તિમાં કહ્યું છે કે
રમસીર સાદૂ શાહરૂ નવાં, બોત્તિ | અર્થાત જે સાધુ ચરમશરીરી હોય તે જ નગવર-પર્વત શ્રેષ્ઠ શ્રી અષ્ટાપદ પર્વત પર આરહણ કરી શકે, અન્ય નહીં.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યો, શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર દશમા પર્વના નવમા સર્ગમાં જણાવ્યું છે કેयोऽष्टापदे जिनान् नत्वा वसेद् रात्रिं तद्भवे स सिध्यति । જે અષ્ટાપદપર્વત પર રહેલી જિનપ્રતિમાઓને વંદન કરીને એક રાત્રિ ગાળે છે. તે તે ભવે સિદ્ધ થાય છે.
અનંતલબ્લિનિધાન પ્રાતઃસ્મરણીય પૂજ્ય શ્રી ગૌતમસ્વામી મહારાજે, પિતાના તદ્દભવક્ષગામીપણની ખાત્રી માટે, સૂર્યના કિરણનું આલંબન ગ્રહણ કરી, અષ્ટાપદ પર્વત પર આરોહણ કરી, જિનપ્રતિમાઓને વંદન કરી, પાછા વળતાં (૧૫૩) પંદર ને ત્રણ તાપને પ્રતિબોધી, દીક્ષા આપી હતી. તે હકીકત આપણને સુવિદિત છે.