________________
૨૧૬
તરત રત્નાકર દુઃખ જેવાને જેને સ્વભાવ નથી તે અદુઃખદશ (અદુખદેખી)નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુકલ પક્ષની એકમને દિવસે ઉપવાસ કરે, પછી બીજે માસે શુદ બીજને ઉપવાસ કરે. પછી ત્રીજે માસે શુદી ત્રીજને ઉપવાસ કર, એ પ્રમાણે ચડતા ચડતા પંદરમે માસે પૂર્ણિમાને ઉપવાસ કરે. એ રીતે કરતાં પંદર માસે કુલ પંદર ઉપવાસવડે આ તપ પૂર્ણ થાય છે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે તપને આરંભ ફરીથી કરે. ઉદ્યાપને શ્રી કષભદેવની પૂજા કરવી. રૂપાનું વૃક્ષ કરાવવું, તેની શાખા સાથે સુવર્ણનું રેશમી પાટીવાળું પારણું (ઘેડીયું) ટાંગવું. તેમાં રેશમી તળાઈ પાથરવી. તે ઉપર સુવર્ણની પુતળી સુવાડવી. પંદર પંદર પફવાન, ફળ, રૂપાનાણું વિગેરે ઠેક. તથા પંદરે માસની તપની તિથિએ નવાનવા નૈવેદ્ય, પકવાન, ફળ વિગેરે કવાં. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વ દુઃખને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
બીજી રીતે દરેક પખવાડીયાની તિથિએ ઉપર પ્રમાણે ચડતા ચડતા ઉપવાસ કરવા. તેમ કરવાથી પંદર પખવાડીયે આ તપ પૂરે થાય છે.
$ હીઃ “શ્રી બાષભસ્વામી અહંતે નમઃ” આ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
* આ તપનું નામ પખવાસો પણ કહેવાય છે. (આ તપમાં તિથિ ભૂલી જવાય તો બીજી આવતી તિથિ લઇ શકાય છે પણ ફરી શરૂ કરવો પડતો નથી.)