________________
રોહિણુ તપ
૨૦૫ સુવર્ણ કુંભ નામના બે મુનિવરે પધાર્યા. રાજાએ સપરિવાર જઈ વંદન કરી, મીઠી દેશના સાંભળી, પ્રાંતે પૃચ્છા કરી કે દુઃખ શું કહેવાય તે રહિણી શા માટે જાણતી નથી? મુનિવરે તેણીને પૂર્વભવ વર્ણવતાં જણાવ્યું કે
પૂર્વે આ જ નજરીમાં ધનમિત્ર નામને શ્રેષ્ઠી હતે. તેને ખરાબ નસીબવાળી દુર્ગધા નામની પુત્રી હતી. તેણી યુવાવસ્થાને પ્રાપ્ત થઈ છતાં તેને પરણવા કોઈ તૈયાર ન થયું. ધનમિત્ર તેને પરણનારને કેડ દ્રવ્ય આપવા તૈયાર થયે તે પણ દુધાની ખરાબ વાસ અને ઉષ્ણુ સ્પર્શને કારણે કેઈએ પસંદગી બતાવી નહિ. તેવામાં રાજના ગુનેહગાર કઈ એક ચારને વધસ્તંભ પર જતાં બચાવી, તેની સાથે પિતાની પુત્રી પરણાવી પણ પુત્રીના સમાગમથી તેના અતિ ઉષ્ણ સ્પર્શને કારણે સંતાપિત થવાથી રાત્રિના સમયે જ તે ચોર નાશી ગયે. ધનમિત્ર આ બનાવથી ઘણે દુખી થયે તેવામાં તે નગરીમાં જ્ઞાની ગુરુમહારાજ આવ્યા. તેમને વંદન કરી દુર્ગધાના દુર્ભાગ્ય સંબંધી કારણ પૂછ્યું એટલે જ્ઞાની ભગવતે જણાવ્યું કે
ઉજયંત પર્વત પાસે ગિરિવર (જૂનાગઢ)માં પૃથ્વીપાલ નામને રાજા હતા. તેને સિદ્ધમતી નામની રાણી હતી. એકદા રાજા-રાણી ઉપવનમાં કીડા કરવા ગયા. ઉપવનમાં જતાં જ રાજાએ ગુણસાગર નામના માસોપવાસી મુનિવરને નીહાળ્યા એટલે તેમને વંદન કરી, રાણીને આજ્ઞા આપી કે-આ મુનિરાજને આપણા ગૃહે લઈ જઈ ગોચરી વહાર. રાણીની અનિચ્છા છતાં રાજાના આદેશથી કચવાતે મને