________________
મૃતદેવતા તપ
૨૦૩
एकादशसु शुक्लेषु पक्षेष्वेकादशीषु च यथाशक्ति तपः कार्य वाग्देव्यर्चनपूर्वकम् ॥१॥
તદેવીની આરાધના માટે આ તપ છે. તેમાં અગિયાર શુકલ એકાદશીને દિવસે મૃતદેવીની પૂજાપૂર્વક યથાશક્તિ એકાસાદિક તપ કરે. ઉદ્યાપને મૃતદેવીની મૂર્તિ ઉત્તમ ધાતુની બનાવી તેની પ્રતિષ્ઠા કરવી, તથા વિધિ પ્રમાણે પૂજા કરવી. આ તપનું ફળ શ્રતજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે.
ઉપર પ્રમાણે અગિયાર ફલ એકાદશીએ ઉપવાસ કરીને મૌન ધારણ કરવું એમ પંચાશકમાં તથા પ્રત્યંતરમાં કહ્યું છે.
હી શ્રી કૃતદેવતા” નમઃ એ પદની નવકારવાળી વીશ ગણવી.
૭૧. રેહિણી તપ [હિણી તપ સ્ત્રીવર્ગમાં ખૂબ જ પ્રચલિત છે. રોહિણી નક્ષત્રને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. આ તપના પ્રભાવથી વૈધવ્યપણું પ્રાપ્ત થતું નથી. આ તપના આરાધનથી રોહિણીએ કેવી સુખ-સંપદા પ્રાપ્ત કરી તેને લગતી હકીકત નીચે પ્રમાણે
ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના પુત્ર મઘવા રાજવીને લક્ષ્મી નામની રાણી હતી. તેમને આઠ પુત્ર ઉપર એક પુત્રી જન્મી. પુત્રીનું નામ રહિણી રાખ્યું. મઘવા રાજવીએ તેના લગ્નેત્સવ નિમિત્તે સ્વયંવર મંડપ રચે અને દેશ