________________
તપોરત રત્નાકર
આચારદિનકરમાં એમ જણાવ્યું છે કે તેના જમણા એ હાથમાં માળા અને કમળ છે જ્યારે ડાબા એ હાથમાં વીણા અને પુસ્તક રહેલ છે.
२०२
શ્રુતદેવીને શ્વેતવર્ણએ સાત્ત્વિકતાનુ ચિન્હ છે; કમળ પવિત્રતાનું સૂચક છે અને પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે.
શ્રી સેનપ્રશ્નના ૨૩૬ મા પ્રશ્નમાં-સરસ્વતી દેવી બ્રહ્મચારી છે કે કેમ ?' તેના ખુલાસામાં જવુાવ્યું છે કે સરસ્વતી દેવી બ્યતરેન્દ્ર ગીતરતિની અગ્રમહિષી છે, જેથી તે બ્રહ્મચારી કહેવાતી નથી. આવા ઉલ્લેખ ક્ષેત્રસમાસ ટીકા અને શ્રી ભગવતીજીમાં છે.
જ્યારે તે જ સેનપ્રશ્નના ૪૩૭ મા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે-સરસ્વતી અને શ્રુતદેવી એક જ પર્યાયવાળા એ નામેા છે, પરંતુ કોઈ પણ સ્થળે તે કઇ નિકાયની છે તેમ તેમનું આયુષ્યમાન કેટલુ છે તે સંબધી વર્ષોંન જેવામાં આવતું નથી.
શ્રુતદેવીની પ્રસન્નતાથી આમરાજા પ્રતિષેધક શ્રી બપ્પભટ્ટી સૂરિજી, કલિકાલસર્વીજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જી, તેમજ મહામહોપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે અગાધ શ્રુત-જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.]