________________
૨૦૦
તપોરન રત્નાકર મહત્સવ પ્રસંગે શ્રી રેવતાચલ પર આવી, પર્ષદામાં બેસી, દેશના સાંભળી. ઇંદ્રની પૃચ્છાથી ભગવંત શ્રી નેમિનાથે “અંબિકા દેવીની ઉત્પત્તિ કહી સંભળાવી એટલે કે “અંબિકા દેવીને ભગવંત શ્રી નેમિનાથની શાસનદેવી તરીકે સ્થાપી. સોમભટ મૃત્યુ પામીને અંબિકા દેવીના વાહનરૂપ સિંહ થયો.
અંબિકા દેવી સુવર્ણ જેવા વર્ણવાળી છે, સિંહના વાહનવાળી છે. તેના જમણા બે હસ્તમાં માતુલિંગ અને પાશ હોય છે જ્યારે ડાબા બે હાથમાં પુત્ર ને અંકુશ હેય છે. ખોળામાં બીજા પુત્રને બેસાડેલ છે. ]
शुक्लासु पञ्चमीष्वेव पञ्चमासेषु वै तपः । एकभक्तादिना कार्यमंबापूजनपूर्वकम् ॥११॥
અંબા દેવીની આરાધના માટે આ તપ છે. તેમાં પાંચ માસની શુકલ પાંચમને દિવસે એકાસણાદિક તપ કરે. અને તે દિવસે નેમિનાથ તથા અંબાદેવીનું પૂજન કરવું. ઉઘાપને ઉત્તમ ધાતુની અંબાદેવીની મૂર્તિ કરાવી તેની સ્થાપના કરવી. શાસ્ત્રોક્ત વિધિએ તેની હંમેશાં પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી અંબાદેવી પાસેથી વરદાનની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાને આગઢ તપ છે. (જૈન પ્રબોધમાં કૃષ્ણ પક્ષની પંચમીએ કરવાને કહ્યો છે. તથા ઉજમણે સાધુને નવાં વસ્ત્ર, અન્ન વિગેરે આપી