________________
અંબા તપ
૧૯૮
સેમભટને પસ્તાવાને પાર ન રહ્યો. આવેશમાં ને આવેશમાં કરેલી પોતાની ભૂલ તેને સમજાઈ ઉતાવળે પગલે તે અંબિકાની પાછળ ગયે અને જંગલમાં જતી અંબિકાને તેણે દૂરથી જોઈ એટલે “હે અ બિકે ! ઊભી રહે ઊભી રહે.” એમ બૂમ પાડવા લાગ્યો.
પિતાના નામનો પોકાર સાંભળી અંબિકાએ પાછું જોયું તો પિતાના પતિને ઉતાવળે પગલે આવતે જે એટલે તેણી ભયબ્રાંત થઈ ગઈ. તેને વિચાર આવ્યો કેજરૂરી મારી સાસુએ ભંભેરીને મારા સ્વામીને મને મારી નાખવા જ મેકલ્યો જણાય છે. તેના હાથે મૃત્યુ પામવા કરતાં હું જ શા માટે મૃત્યુ ન પામું ? આ વિચાર કરી, નજીકમાં દેખાતા કૂવાના કાંઠે આવી, દેવ, ગુરુ અને ધર્મનું શરણ સ્વીકારી, શ્રી નેમિનાથ ભગવંતનું ધ્યાન ધરી બને બાળકો સાથે તેણીએ ઊંડા કૂવામાં ઝંપાપાત કર્યો.
એટલામાં તે સમભટ પણ તે સ્થળે આવી પહોંચે. પિતાની પત્નીને આ કાર્યથી અને પિતાની ભૂલથી તેને પણ અતિ પશ્ચાત્તાપ થયું. “હવે હું મારું મેટું શી રીતે બીજાને બતાવી શકીશ ?” તેવા વિચારથી તેણે પણ તે જ કૂવામાં ઝંપલાવ્યું.
મરણાંતે શુભ ધ્યાનથી અંબિકા મૃત્યુ પામી, “અંબિકા નામની દેવી તરીકે ઉપજી. સેવક દેવીઓએ તેને પૃચ્છા કરતાં તેણએ પિતાનો પૂર્વભવ નિહાળ્યો અને ભગવંત શ્રી નેમિનાથને અત્યંત ઉપગારી જાણી, તેમના કેવળજ્ઞાનના