________________
૨૦૬
તપોરત્ન રત્નાકર
રણી સ્વઆવાસે ગઈ અને મુનિવરને કડવા તુંબડાનું શાક વહેારાવ્યુ. શાકને કડવુ જાણી મુનિવરે તેને પરડવવાની તૈય:રી કરી. પણ અસંખ્ય જીવહિંસા જાણી પોતે જ ખાઇ ગયા અને શુભ ધ્યાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કાળ કરી મેશ્ને સિધાવ્યા.
રાજાને આ હકીકતની ખબર પડતાં રાણીને કાઢી મૂકી. સાતમે દિવસે રાણીને કાઢના વ્યાધિ થયેા. મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ. ત્યાર બાદ ઘણા ભવેશમાં ભમી, ભાગ્યયેાગે નવકાર મહામંત્રનું શ્રવણ કરવાથી આ તમારી પુત્રી થઈ છે. દુર્ગંધાને તરત જ જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવ જોયા. પોતાના અશુભ કર્મને દૂર કરવા ઉપાય પૂછ્યા એટલે ગુરુમહારાજે સાત વર્ષોં ને સાત માસ રોહિણીના તપ કરવાનું કહ્યું. આ તપના પ્રભાવથી તું અશાક રાજાની રહિણી નામની રાણી થઈશ.
ગુરુમહારાજના કથનથી શુભ ધ્યાનથી તેણે રોહિણી તપનુ' એકાગ્ર મનથી આરાધન કર્યું અને મૃત્યુ પામી, સ્વર્ગે જઇ આ તમારી પત્ની થઇ છે. આ તપના કારણે “દુ:ખ” શું કહેવાય તે પણ તે જાણતી નથી.
હે રાજન્ ! તમે પણ પૂર્વભવમાં રાહિણી તપનું સમ્યગ્ આરાધન કરવાથી મઘવા નામના રાજા થયા છે અને તમારા બંનેના સુયેાગ થયા છે.
ગુરુવરનું કથન સાંભળી, હર્ષ પામી રાજા રાણી સ્વ સ્થાને ગયા અને પ્રાંતે દીક્ષા લઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, માક્ષલક્ષ્મીને વર્યા.. ]