________________
૧૮૦
તપોરત્ન રત્નાકર
આખી રાત્રિ પરિભ્રમણ કરતાં સવારે રસ્તે ચડી. પછી વનફળ વડે આજીવિકા કરતી તે વનમાં જ વનચર થઈને રહી, કારણ કે તેને અન્ય કઈ આશ્રયસ્થાન નહોતું કે જ્યાં જઈને તે આશ્રય લઈ શકે. તેની યૌવનાવસ્થા વ્યતીત થવા માંડી અને સાંસારિક સુખની પ્રાપ્તિ સિવાય નિષ્ફળ જવા લાગી.
અન્યા ત્યાં કઈ વિદ્યાધર આવ્યું. તેણે તેને રૂપવંતી જોઈને તેની સાથે પાણિગ્રહણ કર્યું અને ત્યાંથી પોતાને ઘેર લઈ ગયે; પરંતુ તે દુર્ભાગિણીના પગલાંથી તે જ વિદ્યાધરના ઘરમાં અગ્નિપ્રકોપ થેયે તેથી તેની સર્વજદ્ધિ ભસ્મસાત્ થઈ ગઈ. વિદ્યારે તેને પાછી વનમાં મૂકી દીધી. ત્યાં એક પલપતિની દષ્ટિએ પડી એટલે તે ભિલ્લ તેને પિતાની પલ્લીમાં લઈ ગયા. ત્રીજે દિવસે તેનું ઘર પણ અગ્નિમાં બળી ગયું, એટલે બધા ચેર લેકે આ સ્ત્રીની નિદા કરવા લાગ્યા. અને તેનાં પુણ્યહીન પગલાનું જ માઠું પરિણામ માનવા લાગ્યા. પછી તે પલ્લી પતિએ તેને એક સાર્થવાહને વેચી. સાર્થવાહ તેને લઈને ચાલ્યો એટલે તે માર્ગમાં જ લુંટાણો. તેની બધી ઋદ્ધિ ચેર કે લૂંટી ગયા. માત્ર શરીરભર જ રહો. તેણે પણ ત્યજી દીધી એટલે તે એકલી એક સરેવરને કિનારે નિરાશ થઈને ઊભી ઊભી પિતાના પાપને પશ્ચાત્તાપ કરવા લાગી.
એવામાં ભાગ્યેગે એક મુનિ મહારાજા ત્યાં આવી ચડ્યા. રાજપુત્રી તેને પગે લાગી, એટલે મુનિએ તેને