________________
૧૮૬
તપોવન રત્નાકર તથા છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું અને વચલા દિવસોમાં યથાશક્તિ દ્રવ્યવડે પૂજવું. પછી અક્ષતની બે હાથે અંજલી ભરીને ઉપર સેપારી તથા રૂપાનાણું મૂકી ઊભા થઈ જ્ઞાનની “બોધાગાધં” એ ય બોલી સ્તુતિ કરવી અથવા આ દુહ બોલ–“જ્ઞાન સમું કે ધન નહિ, સમતા સમું ન સુખ જીવિત સમ આશા નહિ, લેભ સમું નહિ દુઃખ ૧ ” પછી તે અક્ષતની અંજળી સેપારી સહિત કુંભમાં નાંખવી. ઉપર એક શ્રીફળ મૂકવું. એમ સોળ દિવસ સુધી અક્ષતની અંજલી, સોપારી તથા રૂપાનાણું કુંભમાં નાખવું. છેલ્લે દિવસે કુંભ ચોખાથી પૂર્ણ કરો. પછી ખમાસમણ દઈ “ ઇચ્છાકારેણ સંસિડ ભગવદ્ ! શ્રી શ્રીદેવતાઆરાધનાઈ કાઉસ્સગ કરું ? ઈચ્છું, શ્રી શ્રતદેવતાઆરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ ” અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી એક જણ પારી “ નમેડ ” કહી “સુદેવયા ભગવઈ, નાણાવરણયકમ્મસંઘાય; તેસિં ખવે સયં, જેસિં સુસાયરે ભરી ૧ ” એ ય કહે “જી હી નમો નાણસ્સ” એ પદની નવકારવાળી ૨૦ દરરોજ ગણવી. આ પ્રમાણે દરરોજ કરવું. છેલ્લે દિવસે રાત્રિજાગરણ, પૂજા, પ્રભાવના કરવી. પારણાને દિવસે હાથી, ઘોડા વિગેરેથી વડે શણગારી વાજતેગાજતે કુંભને દેરાસર લઈ જ. તે વખતે કુંભ ઉપર શ્રીફળ રાખી તે ઉપર લીલું, પીળું, રેશમી વસ્ત્ર વીટી, ઉપર ફૂલની માળા પહેરાવી સૌભાગ્યવતી સ્ત્રીને માથે મૂક. તથા નૈવેદ્યમાં સર્વ જાતનાં પક્વાન, સુખડી વિગેરે યથાશક્તિ