________________
અક્ષયનિધિ તપની વિધિ
૧૮૭ કરાવી તેના થાલ પશુ સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવાં. એ રીતે વરઘોડા સહિત દેરાસર આવવું. કુંભવાળી સ્ત્રીઓએ વણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂકો, પછી નૈવેદ્ય પણ પ્રભુ પાસે મૂકવું. જ્ઞાનના પુસ્તકને ગુરુને સ્થાનકે પધરાવી ગુરુપૂજા તથા પુસ્તકપૂજા રૂપાનાણુથી કરવી. ભાદરવા શુદિ અને દિવસે તપની સમાપ્તિ કરવી. તે તન્ના દિવસે માં નિરંતર એકાસણું અથવા બેસણું કરવું. છેલ્લે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે. શુદિ પને જ પારણું કરવું. સ્વામીવાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. એ રીતે ચાર વર્ષ સુધી આ તપ કરવાનો નિયમ છે. જેટલા જણ તપ કરતાં હોય, તે દરેકે જુદા જુદા કુંભ મૂકવા. આ શ્રાવકને કરવાને આગઢ તપ છે.
અક્ષયનિધિ તપની વિધિ પ્રથમ દરિયાવિહી પ્રતિક્રમવા, પછી ઇચ્છાકારેણ સં. ભ૦ અક્ષયનિધિ તપ આરાધન નિમિત્તે ચૈત્યવંદન કરું? ઈચ્છ કડી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
શારાનનાયક સુખકરણ, વર્ધમાન જિનભાણ ! અહર્નિશ એહની શિર વહુ, આણુ ગુણમણિખાણ છે તે જિનવરથી પામીયા, ત્રીપદી શ્રી ગણધાર ! આગમ રચના બહુવિધ, અર્થવિચાર અપાર રામ તે શ્રી કૃતમાં ભાષિયા એ, તપ બહુવિધ સુખકાર ! શ્રી જિનઆગમ પામીને, સાધે મુનિ શિવ સાર કા સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમકિત ધાર ! ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર ૪