________________
અક્ષયનધિ તપ
૧૯૯
જ હતું, પરંતુ ઋન્નુમતીના તપના પ્રભાવથી તેનું કાંઈ પણ બળ્યું નહિ. આ આગ લાગી ત્યારે સામસુંદરી મનમાં અહુ જ ખુશી થઈ કે હવે સંયમશેઠનું ઘર જરૂર બળી જશે, પણ તેના ઘરને કાંઈ પણ નુકશાન ન થયુ. એટલે તેનુ મન નિરાશ થઈ ગયું. અન્યદા તે ગામમાં ધાડ પડી, તે વખતે પણ સેમસુંદરી મનમાં રાજી થઇ કે–જરૂર હવે સંયમશેડનું ઘર લૂંટાઈ જશે પરંતુ તે વખતે પણ તેનું કાંઈ ગયું નહિ. ધાડ પાડવાવાળા તેના ઘરમાં પેઠા જ નહી. આ પ્રમાણે જોઇને પણ સામસુંદરી નિરાશ થઈ. અનુક્રમે સયમ શેઠ ને ઋન્નુમતી ધર્મનું આરાધન કરીને સ્વગે ગયા.
સામસુંદરી ઋન્નુમતીની અત્યંત ઇર્ષ્યા કરવાથી અનેક પ્રકારનાં ક બંધનથી ભારે થઈ. તેને પરિણામે તે જ ભવમાં તેના ઘરમાંથી દ્રવ્ય નાશ પામ્યું અને દરિદ્રાવસ્થા પ્રાપ્ત થઇ. અનુક્રમે તેવી દુઃખી સ્થિતિમાં મૃત્યુને વશ થઈ; પરંતુ દૈવયેાગે અંતસમયે કોઈ શ્રાવકનાં મુખથી તેણે પ્રગટપ્રભાવી નવકારમંત્ર સાંભળ્યો. તેના પ્રભાવથી તે મૃત્યુ પામીને મથુરા નગરીના રાજા જિતશત્રુને ઘરે ચાર પુત્ર ઉપર પુત્રી થઇ. સઋદ્ધિ તેનું નામ પાડ્યું. પાંચ ધાવમાતાવડે લાલનપાલન કરાતી તે મેટી થઇ. એવામાં જિતશત્રુ રાજાની ઉપર કોઈ શત્રુ રાજા ચડી આવ્યે . તેની સાથે યુદ્ધ કરતાં જિતશત્રુ રાજા મૃત્યુ પામ્યા. શત્રુનું સૈન્ય નગરમાં પેઠું એટલે રાજમહેલમાં રહેલા લોકો જેમ આવ્યું તેમ નાસવા લાગ્યા. રાજમહેલ શત્રુ રાજાએ લૂટી લીધે. સઋદ્ધિ ત્યાંથી એકલી ભાગીને અટવીમાં જતાં ભૂલી પડી.