________________
૧૭૮
તરત્ન રત્નાકર
તે અક્ષયનિધિ નામને તપ શુભ ભાવપૂર્વક કર્યો છે, તેને યેગે આ ભવમાં સ્થાને સ્થાને તને નિધાનની પ્રાપ્તિ થાય છે.” સુંદરીએ પ્રાર્થના કરી કે-“હે સ્વામિન ! મારા પૂર્વ 'ભવનું સવિસ્તર વૃત્તાંત કહો કે જેથી મેં કેવી રીતે એ તપનું આરાધન કર્યું હતું તેની મને ખબર પડે, અને આ ભવમાં પણ હું તેનું વિશેષ પ્રકારે આરાધન કરે” ગુરુમહારાજે જણાવ્યું કે
“ખેટકપુર નામના નગરમાં સંયમ નામને શેઠ વસંત હતું. તેને જજુમતી નામે સ્ત્રી હતી. તે નિરંતર અનેક પ્રકારના તપ કરતી હતી અને જ્ઞાનની પણ સમ્યફ પ્રકારે ભક્તિ કરતી હતી. તેણે રાવળી, કનકાવળી, એકાવળી વિગેરે તપ કર્યા અને બીજા પણ અવનવા પ્રકારના તપ ગુરૂમહારાજને પૂછી પૂછીને કરવા લાગી. તેનું ચિત્ત તપધર્મમાં જ રક્ત થયેલું હતું. લેકે પણ તેની અહર્નિશ પ્રશંસા કરતા અને તેના તપધર્મની અનુમોદના કરતા હતા. - હવે તેના પડોશમાં એક વસુ નામે શેઠ રહેતે હતે. તેની સેમસુંદરી નામની સ્ત્રી હતી. તે ધર્મથી અજ્ઞાત હતી, મૂર્ખ હતી અને અભિમાન તથા ઈર્ષ્યાથી ભરપૂર હતી. બાજુમતીની થતી પ્રશંસા તે સાંભળી શકતી નહતી. નીતિકાર કહે છે કે-નવરી સ્ત્રી ઘણી હાનિ કરે છે. કહ્યું છે કે – ભૂખે બ્રાહ્મણ બગાયું ઢોર, ચાંય નાગ નાસં ચાર; રાંડ ભાંડ ને માતે સાંઢ, એ સાતથી ઉગરીએ માંડ. ૧
અન્યદા સંયમ શેઠના ઘરની નજીકમાં અગ્નિને ઉપદ્રવ થે. સંયમ શેઠનું ઘર તેમાં સપડાવાની તૈયારીમાં