________________
૧૮૨
તપોરન રત્નાકર ચેથે વર્ષે શાસનદેવીની આરાધના નિમિત્તે આ તપ કરે. આ તપનું શુભ મને આરાધના કરવાથી આ ભવમાં પણ સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પણ પરભવમાં તે અઢળક ઢદ્ધિ, સિદ્ધિ, સુખ, સૌભાગ્યાદિ પ્રાપ્ત થાય છે. ”
આ પ્રમાણે ગુરુમહારાજનાં વચને સાંભળીને રાજપુત્રીએ એ તપને સ્વીકાર કર્યો. પછી ગુરુને વાંદીને ત્યાંથી ગ્રામતરે ગઈ અને પારકી સેવાચાકરી-કામકાજ કરવાવડે આજીવિકા કરવા લાગી. અનુક્રમે ગુરએ કહેલ દિવસ આવ્યો એટલે વિધિપૂર્વક તે તપ તેણે શરૂ કર્યો, પણ દ્રવ્ય સ્થિતિ મંદ હોવાથી યથાશક્તિ કર્યો. બીજે વરસે તેથી સારી રીતે કર્યો, ત્રીજે વરસે તેથી વધારે સારી રીતે કર્યો, ચોથે વરસે કાંઈ દ્રવ્યવૃદ્ધિ થવાથી વિશેષ સારી રીતે આદર્યો. તેવામાં કેટલાક વિદ્યાધર કીડા નિમિત્તે તે રાજપુત્રીવાળા ગામે આવ્યા. તેમાં તે રાજપુત્રીને સ્વામી વિદ્યાધર પણ હતા. તેણે પિતાની પ્રિયાને ઓળખી એટલે તેણે ત્યાંથી લઈ જઈને પિતાના અંતઃપુરમાં રાખી. રાજપુત્રીએ ત્યાં તપ પૂર્ણ કર્યો, સારી રીતે શિયલ પાળ્યું અને શેષાયુ અણસણ વડે પૂર્ણ કરી હે સુંદરી ! તું આ સંવરશેઠની પુત્રી પણે ઉત્પન્ન થઈ છે. પૂર્વભવે તે અક્ષયનિધિ તપ કર્યો હતે તેના પ્રભાવથી આ ભવમાં તને પગલે પગલે નિધાન પ્રાપ્ત થાય છે. તપને પ્રભાવ અચિંત્યા અને અપૂર્વ છે.
આ પ્રમાણે ગુરુમહારાજે કહેલે પિતાને પૂર્વભવ