________________
અક્ષયનિધિ તપ
૧૮૩
સાંભળીને ઊડાપોહ કરતાં સુંદરીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પિતાને પૂર્વભવ દીઠો. ગુરુ મહારાજને તેણે કહ્યું કે“હે સ્વામિન ! આપે જે પ્રમાણે મારે પૂર્વભવ કહ્યો તે સંપૂર્ણ સત્ય છે. મેં જેવા આપના વખાણ સાંભળ્યા હતા તેવા જ આપ જ્ઞાની અને ચારિત્રવાન છે” આ પ્રમાણે ગુરુમહારાજની સ્તુતિ કરી વાટીને તે પિતાને ઘેર આવી. પછી શ્રાવણ વદિ જ આવતાં તેણે મોટા આડંબર સહિત અક્ષયનિધિ તપન શરૂઆત કરી. તે વખતે રાજા, રાણી, શેઠ, સામંત વિગેરે સર્વ તે તપ કરવામાં સામેલ થયા. તે તપની શરૂઆત કરી ત્યારથી તે વિશેષ નિધાન પ્રગટ થવા લાગ્યું, એટલે તે તે દ્રવ્યને તેણે પ્રભાવનાદિ કાર્યોમાં છૂટે હાથે વ્યય કરવા માંડ્યો. તેનું નામ સુંદરી હતું તે ભૂલાઈ ગયું અને સૌ તેને અક્ષયનિધિના નામથી જ બોલાવવા ને ઓળખવા લાગ્યા. ઉદાર મનથી તેણે તપ કરીને તેનું પૂર્ણ ફળ સંપાદન કર્યું. ભાદ્રપદ શુદિ પંચમીને દિવને તેણે જ્ઞાનભક્તિ અને મહત્સવપૂર્વક સૌની સાથે પારણું કર્યું. દેવદેવીએ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા, અને તેના તપની અનુમોદના કરવા લાગ્યા.
અનુક્રમે સાંસરિક સુખભેગ ભેગવતાં સુંદરીને ચાર પુત્ર ને ચાર પુત્રીઓ થઈ પ્રતે સંસાર તજી દઈ ચારિત્ર અંગીકાર કરી, નિરતિચાર પાળી, ચાર ઘનઘાતી કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, અનેક જીવને ઉપદેશ આપી, અક્ષયનિધિ તપની વિશેષ પુષ્ટિ કરી, આયુ