________________
અક્ષયનિધિ તપ
૧૭૭
પ્રગટ થયું. સેનૈયાથી ભરેલે પૂર્ણકળશ નીકળે, તેથી શ્વસુર પક્ષના સર્વ માણસો અત્યંત આનંદ પામ્યા અને તેના મોસાળ પક્ષવાળાએ સુંદરીને જમવા માટે તેડી, એટલે ત્યાં પણ નિશાને પ્રગટયું. એવી રીતે જ્યાં જ્યાં તે પગલાં મૂકે અર્થાત્ જેને ઘેર જાય ત્યાં નિધાન પ્રગટ થતું હતું, એટલે તેને સર્વત્ર માન મળવા લાગ્યું. રાજા પણ તેને બહુમાન આપવા લાગ્યો.
અન્યદા ધર્મશેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. રાજા પ્રમુખ સર્વ લેકે વંદન કરવા ગયા. સુંદરી પણ પિતાના કુટુંબ સહિત ભક્તિથી વાંદવા આવી. ગુરુમહારાજને વાંદીને સર્વ ગ્રસ્થાને બેઠા, એટલે ગુરુએ સમયેચિત દેશના અપી. તેમાં દાન, શીલ, તપ ને ભાવરૂ૫ ચાર પ્રકારના ધર્મને ઉપદેશ કરતાં તપધર્મની વિશેષ વ્યાખ્યા કરી. તપનાં આરાધન વડે કર્મની નિર્જરા થાય છે એટલું જ નહિ પણ એવા અપૂર્વ પુણ્યને બંધ થાય છે કે જેથી આગામી ભવે અનેક પ્રકારની સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. નિગી અને બળવાન શરીરની પ્રાપ્તિ માટે તે તપ જ મુખ્ય સાધન છે. પૂર્વભવે તપ કરનારાઓ આ ભવમાં અપરિમિત બળવાળા અને નિરોગી થાય છે.” ઈત્યાદિ ધર્મદેશના આપ્યા બાદ સુંદરીએ ઊભા થઈને વિનયપૂર્વક આચાર્ય ભગવંતને પૂછ્યું કે- “હે રવામિન ! મેં પૂર્વે કેવા પ્રકારના ધર્મનું આરાધન કર્યું છે કે જેથી આ ભવમાં મારે પગલે-પગલે નિધાન પ્રગટ થાય છે ?” ગુરુમહારાજે કહ્યું કે–“પૂર્વ ભવે ત-૧૨