________________
દમયંતી તપ
૧૭૩
દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી મેક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી. દમયંતી સંબંધી વિસ્તૃત વૃત્તાંત જાણવાના ઈચ્છકે શ્રી દમયંતી ચરિત્ર વાંચવું.]
दमयन्त्या प्रतिजिनमाचाम्लान्येकविंशतिः । कृतानि सततान्येव, दमयंतीतपो हि तत् ॥१॥
દમયંતીએ નળ રાજાનો વિયેગાવસ્થામાં આ તપ કરેલ હોવાથી તે દમયંતી તપ કહેવાય છે. તેમાં દરેક જિનને ઉદ્દેશીને વીશ વીશ તથા શાસનદેવતાને ઉદ્દેશીને એક એક એમ એકવીશ એકવીશ આંતર રહિત આંબિલ કરવા તેથી પાંચસે ને ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શક્તિ ન હોય તે એક તીર્થંકરનાં એકવીશ અબીલ કરીને પછી પારણું કરવું. એ રીતે કરવાથી વીસ દિવસ પારણાના વધે છે. ઉદ્યાપનમાં ચોવીશ તીલક કરાવીને પ્રભુને ચડાવવાં તથા પાંચસે ને ચાર સંખ્યા પ્રમાણ રૂપાનાણું, પકવાન્ન, ફળ વિગેરે ઢોકવાં. મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી આપત્તિને નાશ થાય છે. શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થ કરને તપ ચાલતું હોય, તે તીર્થકરના નામ સાથે સર્વ જ્ઞાય નમઃ એ પદ જેડી ગરણું નવકારવાળી ૨૦ નું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા. શાસનદેવતાના તપને દિવસે તે તે શાસનદેવીના નામનું ગરણું ગણવું.