________________
૧૦૮
તપરના રત્નાકર
જે મનુષ્ય એક લાખ નવકાર અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ તેમજ શ્રી સંઘની પૂજા કરે તે તીર્થકરના મકર્મ બાંધે.
નવ લાખ જપંતા નરક નિવારે” તેમજ “નવ લાખ જપંતા થા જિનવર” વિગેરે સુભાષિતે ઘણાં જ પ્રચલિત છે.
નમામિ મંત્ર, શત્રય શિકિ. वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥
આ સુભાષિત જ નવકાર મહામંત્રની સર્વશ્રેષ્ઠતા સાબિત કરે છે. કહ્યું છે કે-નવકાર સમાન મંત્ર, શત્રુંજય સમાન પર્વત, વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યકાળમાં થનાર નથી.
જૈન સમાજના સર્વ ફિરકાઓને માન્ય આ મહામંત્ર છે.
[ નમસ્કાર મંત્રનું વર્ણન કરતાં ઘણો જ વિસ્તાર થઈ જાય એટલા માટે જિજ્ઞાસુએ આ સંબંધમાં “શ્રી નમસ્કાર મહામંત્ર” નામનું પુસ્તક વાંચવું. ]
नमस्कारतपश्चाष्टषष्टिसंख्यकभक्तकैः । विधीयते च तत्पादसंख्यायास्तु प्रमाणतः ॥१॥
નવકાર મંત્રની આરાધના માટે જે તપ, તે નવકાર તપ કહેવાય છે. તેમાં પહેલા પદમાં સાત વણું છે તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણી કરવાં. બીજા પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું કરવાં, ત્રીજા પદના સાત, ચેથા પદના સાત,