________________
તપોરત્ન રત્નાકર
૧૬૪
જુવાર માણા ૫, ગોધૂમ માણા ૭, જવ માણા ૨, કાંગ માણા ૩, કેદ્રા માણા ૩. આ તપનું ફળ અગણિત લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે ॥ इति गीतार्थोकानि तपांसि ॥ હવે આચાર્યાંક્તફળ તપસ્યાઓ કહે છે
૬૨. સર્વાંગસુંદર તપ. शुक्लपक्षेऽष्टोपवासा आचाम्लान्तरिताः क्रमात् । विधीयन्ते तेन तपो भवेत्सर्वांगसुन्दरम् ॥ १॥
જે તપ કરવાથી સ અંગેા સુદર થાય તે સર્વાંગસુંદર તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુકલપક્ષની એકમને દિવસે ઉપવાસ કરીને પારણે આંબીલ કરવું, ફરી ઉપવાસ કરી આંખીલ કરવું. એ પ્રમાણે આઠ ઉપવાસ અને સાત આંખિલ કરી પંદર દિવસે (પૂર્ણિ માએ) આ તપ પૂર્ણ કરવા. શક્તિ પ્રમાણે સયમાકિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવુ', કષાયના ત્યાગ કરવા. પૂર્ણિમાને દિવસે ઉદ્યાપન કરવું. તેમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક દેવની પાસે રત્નજડિત સુવર્ણ મય પુરુષ કરાવી ઢાકવા. યથાશક્તિ ફળ, પક્ષાન્ત ઢાકવાં. મુનિદાન, સ`ઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનું ફળ સં અંગની સુંદરતાની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે.
*
શ્રી પ્રવચનસારોદ્ધારના બાલાવબાધ વિગેરેમાં પારણે આઠ આંબીલ' કહ્યાં છે.