________________
૧૬૮
તપોરન રત્નાકર
વિદર્ભ દેશ (હાલને મધ્ય ભારત)ને ભીમ રાજવીને દમયંતી નામની સુશીલ પુત્રી હતી. તે સ્ત્રીની ચોસઠ કલામાં અતિ નિપુણ બની. અઢાર વર્ષની વયે ભીમરાજાએ તેણીના વિવાહત્સવ માટે કુંડિનપુરમાં સ્વયંવર ર.
શલ દેશને
આવતા
વરમાં ઘe
- કેશલ દેશને રાજવી નિષધ પિતાના પુત્ર ની અને કબર સાથે સ્વયંવર પ્રસંગે આવતાં, દમયંતીએ નળનાં કંઠમાં વરમાળ આપી. ભીમરાજાએ કરિઆવરમાં ઘણી ધનસંપત્તિ અને અન્ય સામગ્રી આપી.
ડાએક દિવસ કુડિનપુરમાં રેકાયા બાદ નિષધરાજા પિતાના પુત્ર અને પુત્રવધૂ સાથે પોતાની કેશલા નગરી તરફ ચાલ્યા. માર્ગમાં રાત્રી પડી ગઈ અને ગાઢ જંગલ આવ્યું. માર્ગ પણ સૂઝે નહીં તેવા અંધકાર પ્રસંગે દમયંતીએ પોતાનું ભાવસ્થલ લૂછી નાંખ્યું એટલે જાણે સૂર્યને ખંડ હોય તેવા ઝળહળતે પ્રકાશ પ્રકટ. તે પ્રકાશમાં તેઓએ કાલ્સમાં ઊભા રહેલા ધ્યાનમાં મગ્ન, મદોન્મત્ત હાથીની સૂંઢવડે ઘસાતા અને મદજળની સુવાસથી આકર્ષાયેલા ભમરાઓના ગુંજારવથી શોભિત એક મુનિવરને જોયા.
સૌએ રથમાંથી ઊતરી મુનિવરને પ્રણામ કર્યા. મુનિવરે યોગ્ય જાણી દેશના આપી. પ્રાંતે નિષધરાજાએ દમયંતી. ના ભાલસ્થળમાં પ્રકાશિત તેજપુંજનું કારણ પૂછ્યું. જવાબમાં મુનિશ્રીએ તેણીને પૂર્વભવ વર્ણવતાં જણાવ્યું કે પૂર્વભવે તેણીએ પાંચસે અયબીલ કરી, ભાવી તીર્થકર શ્રી શાંતિ નાથ પરમાત્માની એકાગ્ર મનથી સેવા-અર્ચના કરી, ઉદ્યાનમાં