________________
તપોવન રત્નાકર તપ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે કલ્પવૃક્ષ સમાન હોવાથી તેને સૌભાગ્ય-કલ્પવૃક્ષ કહેવામાં આવેલ છે.
સૌભાગ સર્વ જનને ઈષ્ટ હોય છે. લગ્નાદિક વ્યવહારિક પ્રસંગમાં પણ “સૌભાગ્ય”ની વાંછા કરવામાં આવે છે.
યુગલિક મનુષ્ય, ભગવંત વષભદેવે સર્વ કલાઓ શીખવી તે પહેલાં, કલ્પવૃક્ષ પાસે જઈ જે વસ્તુની જરૂરત હોય તેની ઇચ્છા કરતા અને તે તરત જ પૂર્ણ થતી. બાદ કાળદોષથી કલ્પવૃક્ષને પ્રભાવ ઘટતે ગયે અને આપણા ભરતક્ષેત્રને આશ્રયીને તે નાબૂદ થઈ ગયે કહી શકાય. કલ્પવૃક્ષે દશ પ્રકારના હોય છે, જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે. ૧. મધંગ–મધ આપે. ૨. ભગાંગ–વિવિધ પાત્ર-વાસણ આપે. ૩, તુર્ભાગ–વિવિધ પ્રકારના વાજિંત્રે આપે. ૪-૫ દીપશિખાંગ અને જતિષકાંગ-અદ્ભુત પ્રકાશ
આપે. ૬. ચિત્રાંગ–વિવિધ પુષ્પની માળા આપે. ૭. ચિત્રરસ-અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભેજન આપે. ૮. મયં–જુદી જુદી જાતનાં આભૂષણો-અલંકારે આપે. ૯. ગેહાકાર–વસવા માટે આવા-ઘર આપે. ૧૦. અનગ્ન-દિવ્ય વસ્ત્રો આપે.