________________
૧૧૦
તપોરત્ન રત્નાકર આ તપનું ફળ સર્વ સુખની પ્રાપ્તિ થાય તે છે. યતિ તથા શ્રાવકને કરવાને અનાગાઢ તપ છે,
નવકાર પદને તપ સેનપ્રશ્નમાં આ પ્રમાણે લખેલ છે,
પ્રથમ પદને સાત અક્ષર માટે લાગટ સાત ઉપવાસ કરવા. બીજાના પાંચ અક્ષર માટે પાંચ ઉપવાસ લાગટ કરવા. એવી રીતે સાત પદ સુધી દરેક સંપદાના અક્ષર પ્રમાણે ઉપવાસે લગટ કરે અને આઠમી, નવમી સંપદાએ શક્તિ હોય તે ૧૭ ઉપવાસ એકી સાથે કરે ને શક્તિ ન હોય તે પહેલા આઠ કરી પારણું કરી ફરી નવ ઉપવાસ કરે. દરેક પદનું ઝરણું એક એક લાખ ગણે અને જે આઠમી નવમી ભેગી કરે [ ૧૭ ઉપવાસ લાગટ કરે ] તે એ બે પદને ભેગો બે લાખ જાપ કરે.
પ્રથમ પદને તપ કરે ત્યારે સાત દિન સુધી “નમે અરિહંતાણું ”ને એક લાખ જાપ કરે, એવી રીતે જે જે પદને તપ કરે તે તે પદને જાપ એક લાખ કરે અને જે શક્તિ ન હોય તે દરેક પદનું બે હજાર ગરણું ગણે, સાથીયા, ખમાસમણ વિગેરે પૂર્વની પેઠે જાણવાં. નવકાર મંત્રના પ્રભાવે શ્રીમતી વિ. ના દષ્ટાંત—
શ્રીમતી પિતનપુરમાં સુવ્રત શ્રેષ્ઠીને શ્રીમતી નામની સદગુણી પુત્રી હતી. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તે તત્વના મર્મને પણ જાણતી હતી તેમજ તેને આચાર પણ શુદ્ધ હતું. જેમાં શ્રીમતી ધર્મમાં પ્રવીણ હતી તેમ ગૃહકાર્યોમાં પણ પ્રવીણ હતી.