________________
૧૫૪
તપોરત્ન રત્નાકર
S
આ તપ કૃષ્ણપક્ષની પ્રતિપદાએ આરંભ. ઉદ્યાનમાં ચંદ્રને ઠેકાણે સૂર્ય કરે. બાકી સર્વ ચાંદ્રાયણ તપ પ્રમાણે જાણવું. આ તપનું ફળ મોટા રાજ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (નંબર ૧૨ વાળે તપ જુઓ.)
૫૭. લોકનાલિ તપ આ લેક વૈદ રાજપ્રમાણ છે ત્યારબાદ અલકાકાશ. છે. સાતમી નારકીના અંતિમ તળીયાથી પ્રથમ નારકીના ઉપરિતન તળીયા પર્યત સાત રજુ (રાજ) પ્રમાણ થાય છે. ત્યારબાદ તિર્યગૂલેક (જેમાં આપણે વસીએ છીએ) વટાવીને સૌધર્મ તથા ઈશાન દેવકના ઉપરિતન પ્રતરે આઠ, સનકુમાર તથા માહેંદ્રના અંતિમ પ્રતરે નવ, બ્રહ્મ દેવલેક વટાવી લાંતક દેવલેકે દશ, મહાશુક વટાવી સહસ્ત્રાર દેવલેકે અગિયાર, આરણ તથા અષ્ણુતાને બાર, નવ વે-- યકાન્ત તેર અને પાંચ અનુત્તર વિમાને વટાવી સિદ્ધશિલા તે દમ રજજુ (રાજ) પૂર્ણ થાય છે.
આ લેક “વૈશાખ” સંસ્થાને એટલે બે હાથને બંને કેડ પર રાખી બે પગ પહોળા રાખી ટગર ટગર ઊભે. હોય તેવા પુરુષના આકારને છે. આ ઉપરાંત વૃદ્ધ પુરુષ, ત્રિશરાવ સંપુટ કે લેણું કરતી યુવાન સ્ત્રીના આકારને પણ લેકના આકાર સાથે સરખાવાય છે.