________________
૧૫૮
તપોરત્ન રત્નાકર
(અથવા માત્ર ચોવીશ ચોવીશજ) પદ્યાન્ન, ફળ વિગેરે મોટી સ્નાત્ર વિધિપૂર્વક કવાં. સાધુને વસ્ત્ર, અન, પાત્ર વિગેરેનું દાન દેવું. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકર નામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરના જે કલ્યાણકને તપ ચાલતા હોય તે તે તીર્થકરના નામનું ગરણું ગણવું. (નં. ૮વાળો ત૫ જુઓ)
૫૯. આંબિલ વર્ધમાન તપ. [ છ વિગયના ત્યાગપૂર્વક કરાતું એકાશન તે આર્ય બિલ કહેવાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પફવા એ છ વિગ છે. વિગય એટલે વિકૃતિ, જે રસના સેવનથી મન, વચન અને કાયામાં વિકૃતિ આવે તે વિગય.
આજે પ્રતિદિન આંબિલ તપની મહત્તા વધતી જાય છે અને તે તપનું આચરણ કરનાર ભવ્યાત્માઓની સંખ્યા પણ વૃદ્ધિ પામતી જાય છે. આયંબિલ એ ઉત્તમ પ્રકારને તપ છે, રસનેંદ્રિયને જીતવા માટે અમેઘ ઉપાય છે.
ચૈત્ર અને આસો માસમાં એક સાથે કરાતાં નવ આયંબિલને “શ્રી નવપદજીની ઓળી” કહેવામાં આવે છે. આ શ્રી સિદ્ધચક ભગવંતના આરાધનથી શ્રીપાલ અને મયણાસુંદરી આ લેક ને પરલેકમાં અતિ ત્રાદ્ધિ-સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા હતા, તે હકીક્ત આપણા સમાજમાં સુવિદિત છે. * આવો પાઠ અ. બ. વિગેરે પ્રતિઓમાં છે.