________________
૧પ૦
બિલ વિદ્ધમાન તપ
ચઢતા ક્રમે ઓળી કરવી તે “વદ્ધમાન તપ” કહે વાય છે. આ કાળમાં પણ કેક ભવ્યાત્માઓ વિકટ ગણાતી આ વર્ધમાન તપની સો એળી પૂર્ણ કરી શક્યા છે. શ્રીચંદ કેવળીએ પૂર્વભવે આ આયંબિલ વાદ્ધમાન તપના કરેલ
આરાધનાથી અત્યંત ત્રાદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને પ્રાંતે મિક્ષલક્ષ્મીને વર્યા હતા.
उपवासान्तरितानि च शतपर्यन्तं तथैकमारभ्य । वृद्धया निरन्तरतया भवति तदाचाम्लवर्धमानं च ॥
આંબિલવડે વૃદ્ધિ પામતે જે તપ તે આંબિલ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં ઉપવાસના આંતરાવાળા આંબીલ એકથી આરંભીને સે સુધી ચઢતાં ચઢતાં કરવાં. એટલે કે પ્રથમ એક બીલ કરી ઉપવાસ કરે, પછી બે આંબીલ ઉપર ઉપવાસ કરે, પછી ત્રણ આંબીલ ઉપર ઉપવાસ કરે, એ પ્રમાણે ચઢતાં ચઢતાં સે આંબલ ઉપર ઉપવાસ કરે. આ રીતે કરતાં ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક ચોવીશ જિનની પૂજા કરવી. મુનિને દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકરનામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કસ્તાને આગાઢ તપ છે.
નમે અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
આ મહાન તપ છે અને પુણ્યશાળી જીવ જ તેને સાદંત પૂર્ણ કરી શકે છે. આ તપ પૂર્વ ભવે શ્રીચંદ કેવળીએ કર્યો હતે.