________________
૧૫ર
તપોરત્ન રત્નાકર
સમસ્ત જગત હર્ષવંત હય, નિમિત્ત અને શકુનાદિ ચગે સારાં હોય તે સમયે મધ્યરાત્રિએ, પૃથ્વી જેમ નિધાનને પ્રસેવે તેમ, જિનમાતા જિનેશ્વર ભગવંતને જન્મ આપે છે. પરમાત્માના જન્મ સમયે સર્વ દિશાઓ પ્રફુલ્લિત બને છે. છપ્પન દિકકુમારિકાઓ આવી પ્રસૂતિ સંબંધી સર્વ કાર્ય કરે છે. જન્મ થતાં જ સૈધર્મેદ્રનું આસન કરે છે એટલે જન્મસ્થળે આવી માતા પાસે પરમાત્માનું પ્રતિબિંબ મૂકી, પંચરૂપ કરી પરમાત્માને મેરુપર્વત પર લઈ જાય છે. ત્યાં બાકીના ત્રેસઠ ઇંદ્રો પણ પરિવાર સાથે આવી પહોંચે છે અને પરમાત્માને મહોત્સવ અતિ હર્ષ પૂર્વક સ્નાનાભિષેક કરે છે. ]
चतुर्विंशतितीर्थशानुद्दिश्य च्यवनात्मकम् । विना कल्याणकदिनैः, कार्यानशनपद्वति ॥१॥
અવનને ઉદ્દેશીને જે તપ તે ચ્યવન તપ કહેવાય છે. તેમાં વીશ તીર્થકરેને ઉદ્દેશીને તેમના કલ્યાણકના દિવસ વિના એકાંતર વીશ ઉપવાસ કરવા. ઉઘાપને માટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વર પાસે ચોવીશ વીશ પવાન્ન, ફળ વિગેરે ઠેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સદ્દગતિની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવ કને કરવાને આગાઢ તપ છે.
જન્મ તપ પણ એ જ પ્રમાણે કરે.