________________
ચ્યવન તપ તથા જન્મ તમ
૧૫૧
૫૫. ચ્યવન તપ તથા જન્મ તપ
[ તીર્થંકર પરમાત્માના ચ્યવન તેમજ જન્મકલ્યાણકને આશ્રયીને કરાતાં તપને ચ્યવન તેમજ જન્મકલ્યાણક કહેવાય છે.
તમ
શ્રી તીર્થંકર પરમાત્માના જીવ, દેવગતિમાં અપૂર્વ સુખ ભોગવી મનુષ્યક્ષેત્રને વિષે, કર્મભૂમિમાં, ઉત્તમ કુળમાં ધનાઢય કે પ્રતાપી રાજાની શીલ વિગેરેથી ગુણસંપન્ન રાણીની કુક્ષિએ અવતરે છે. દેવગતિમાંથી ગર્ભમાં અવતરવાના સમયને ચ્યવન ” કહેવામાં આવે છે.
દેવનું જ્યારે છ માસ શેષ આયુ રહે છે ત્યારે તેના કડમાં રહેલ પુષ્પની માળા કરમાઈ જાય છે. કલ્પવૃક્ષ કંપવા લાગે છે, વસ્ર મેલા જાય છે, આળસ આવવા માંડે, કામ-રાગ વૃદ્ધિ પામે, અંગ ભાંગે, સૃષ્ટિમાં ભ્રમ થવા લાગે, શરીર ધ્રુજવા લાગે અને અરતિ ઉત્પન્ન થાય પરન્તુ તીર્થંકર થનારા દેવનું તેજ ચ્યવનકાળ સુધી ઊલટુ વૃદ્ધિ પામતું રહે અને ઉપર જણાવ્યાં તેવાં દૂષિત ચિહ્નો તેમને જણાતાં નથી.
જ્યારે તીર્થંકર થનાર દેવના જીવ સ્વગ માંથી વે છે, ત્યારે પૃથ્વી પર અશિવ-ઉપદ્રવ વિગેરે શમી જાય છે અને નારકીના જીવને પણ ક્ષણમાત્ર સુખ મળવાથી હુ પામે છે. જ્યારે તીર્થંકર પરમાત્માના જીવ માતાના ગર્ભમાં આવે છે ત્યારે જિનમાતા ચૈાદ મહાસ્વપ્ના જુએ છે.