________________
૧૩૨
તપોરત્ન રત્નાકર
તેને કશુ જ્ઞાન પ્રાપ્ત થયું નહિ. એકદા મહેતાજીએ તેઓ ને શિક્ષા કરી, એટલે ઘરે આવીને પુત્રાએ તેની માતાને ફરિયાદ કરી. સુદરી આથી ઉશ્કેરાઈ અને પુત્રોને જણાવ્યુ કે–જ્યારે મહેતાજી તેડવા આવે ત્યારે એને પત્થરા મારો એટલે તે ફરીથી તેડવા આવતા જ અટકી જશે અને તમારે ભણવા જવાનું બંધ થઈ જશે. હેાકરાઓએ તે તે પ્રમાણે કર્યું–મહેતાજીને મારીને કાઢી મૂકયા.
સુ'દરી આથી ઘણી રાજી થઇ. મનમાં વિચાર્યું ટ્રેડવે મારા ોકરાને મહેતાજી કેવી રીતે મારશે ? વળી તેને વિચાર માળ્યા કે ભણેલાને પણ મરવું છે અને ન ભણેલાઓને પણ મરી જવું પડે છે તે પછી ભણવાની માથાકૂટ શા માટે કરવી ? એટલે તેણે ઘરમાં હતાં તે બધાં ભણવાના પુસ્તક ભેગાં કરી બાળી નાખ્યા.
આજ અવસરે જિનદેવ બહારથી આવી ચઢયો. તેણે સુંદરીની આ ચેષ્ટા જોઈ ઘણા જ ઠપકો આપ્યો. ન ભણવાથી કેવું માઠું પરિણામ આવશે તે સમજાવ્યું; પણ સુંદરી ઉપર તેની કંઈ જ અસર ન થઈ.
છોકરાએ યુવાન થયા પણ મૂર્ખ ને અજ્ઞાન હાવાથી કોઈ એ કન્યા આપી નહીં. જિનદેવે દુકાને બેસાર્યાં પણ જ્ઞાન વગર વેપાર કેમ કરે ? એકદા પતિ-પત્ની વચ્ચે મુખ પુત્રો સંબંધી વાતચીત થતાં સુંદરી ઉશ્કેરાણી. ઉકળાટમાંને ઉકળાટમાં તેણી ન ખેલવાનુ ખાલી ગઈ. શેઠને પણ ક્રોધ આવ્યા અને આવેશમાં ને આવેશમાં પાસે પડેલા પત્થર ઉપાડી