________________
શ્રેણી તપ
૧૪૫
છઠ્ઠી શ્રેણી ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ સાતમી ., ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ આડમી , ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨
એટલે કે પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું. પછી બે ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. એ રીતે પહેલી શ્રેણું થઈ. તે પ્રકારે બીજી સાતે શ્રેણીઓ કરવી તે પ્રમાણે કરતાં ઉપવાસ ૯૬ તથા પારણું ૬૪ મળી કુલ દિન ૧૬૦ થાય. ઉદ્યાપને મોટી સ્નાત્ર પૂર્વક ૧૬૦ મેદક, ફળ, પુષ્પ, વિગેરે હેકવાં. સંઘવાત્સલ્ય. સંઘપૂજા કરવી. આ તપનું ફળ મહાઅદ્ધિ પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણામાં “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
પર. શ્રેણું તા. श्रेणौ षट्श्रेणयः प्रोक्ता, एको द्वौ प्रथमे क्षणे । द्वितीयादिषु चैकैकक्रमवृद्धयाऽभिजायते ॥१॥
શ્રેણીના અંકવડે જે તપ તે શ્રેણીતપ કહેવાય છે. આ શ્રેણીતપમાં છ શ્રેણીઓ કહી છે. તેમાં પ્રથમ શ્રેણીએ પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી ત–૧૦