________________
૧૪૮
તપોરન રત્નાકર
સહિત વનવાળી છે, એમાં પૂર્વ દિશામાં ‘પાંડુક બલા’, પશ્ચિમ દિશામાં ‘રક્તક’બલા’ ઉત્તરમાં ‘અતિરક્તક’બલા' અને દક્ષિણ દિશામાં ‘અતિપાંડુક’બલા' નામની શિલા છે. તેમાં પૂ તેમજ પશ્ચિમની અને શિલાઓ પર ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહેાળા અને ૪ ધનુષ્ય ઊંચા એવા બે સિંહાસનો છે અને ઉત્તર તેમજ દક્ષિણ દિશાની શિલાઓ ઉપર ઉપરના જ પ્રમાણવાળુ' એકેક સિ'હાસન હોય છે.
પૂર્વ તેમજ પશ્ચિમ દિશાની શિલાઓ ઉપર પૂ તેમજ પશ્ચિમ મહાવિદેડના તીર્થંકર ભગવત્તાની સ્નાનાભિષેક ક્રિયા કરવામાં આવે છે જ્યારે ઉત્તર દિશાની શિલા પર ભરતક્ષેત્રના અને દક્ષિણ દિશાની શિલા પર અવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થંકર ભગવતાના સ્નાનાભિષેક થાય છે.
અઢી દ્વીપને વિષે પાંચ મેરુપતા હોય છે, તેને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે જેથી પચ મેરુતપ કહેવાય છે. જેમ પરમાત્માના સ્નાત્રજળના અભિ ષેકથી મેરુપર્યંત કૃતકૃત્ય બને છે તેમ આ તપના આચરણથી ભવિક જેના પણ ધન્ય બને છે.
प्रत्येकं पञ्चमेरूणामुपोपणकपञ्चकम् । एकान्तरं मेरुतपस्तेन संजायते शुभम् ॥ १ ॥
મેરુપ તની સંખ્યાએ કરીને જે તપ કરવા તે મેરુ તપ કહેવાય છે. તેમાં પાંચ મેરુને ઉદ્દેશીને પ્રત્યેકે પ્રત્યેકે