________________
૧૩૬
તપોવન નાકર
એ જ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કરતાં મનુષ્યને બૃહસ્પંચમીનું વ્રત પણ પૂર્ણ થાય છે. આ તપ આરંભ લઘુ પંચમીની જેમ કરે. વિધિ પણ તે જ પ્રમાણે છે. એક વર્ષની કુલ પાંચમે બેસણું કરવું, બીજે વરસે એકાસણું, ત્રીજે વર્ષે નવી, એથે વર્ષે આંબિલ અને પાંચમે વર્ષે ઉપવાસ કરવા. એ પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ઉદ્યાપન લઘુ પંચમીની જેમ કરવું. (જુઓ તપ નં. ૪૬) તેમાં સર્વ વસ્તુ પચીશ પચીશ ઠેકવી. આ તપનું ફળ મડાજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
અથવા આ તપ પાંચ વર્ષે અને પાંચ માસની દરેક અજવાળી ચમે ઉપવાસ અથવા એકાસણું કરવાથી પણ થાય છે. ગરણું વિગેરે લઘુ પંચમીવતુ જાણવું.
એક પ્રાચીન પ્રતિમા લખેલ છે જે રોગાદિ કારણે પછવાડેથી પણ તપ પૂર્ણ કરાય છે અને ઉદ્યાન અદ્યમાં, મધ્યમાં કે અન્ય ક્યારે અવસર મળે ત્યારે યથાશક્તિએ કરવાનું છે. તેમાં પાંચ પુરાક ભરાવવા વિગેરે કરવાનું છે.
આ તપ ઉત્કૃષ્ટથી આવી રીતે પણ કરવામાં આવે છે–દરેક શુકલ પંચમીને ઉપવાસ જાજજીવ કરે. પાંચ વરસ પછી ઉઘાપન વિગેરે કરવું. ગરણું નં. ૪૬ ના તપ પ્રમાણે જાણવું.