________________
તરત્ન રતનાકર જાય એટલે બીજો આવે. એમ શિષ્યો વારંવાર આવવા લાગ્યા. તે સર્વને પાઠ આપી શાસ્ત્રબોધ સમજાવી તેઓ કંઈક નિદ્રાવશ થયા તેવામાં એક શિષ્યને પાઠ ન સમજાયાથી પુનઃ પૂછવા આવ્યા અને ગુરુમહારાજને પૃચ્છા કરતાં તેઓ જાગી ગયા અને તેને સમજણ આપી. તે શિષ્યના જવા બાદ વસુદેવ મુનિની વિચારધારામાં પલટો થયે. અશુભ કર્મને ઉદય આવ્યે. તેમણે વિચાર્યું કે હું બહુ જ્ઞાની થયે તે આ શિષ્યને પાઠ લેવા-દેવાની માથાકૂટ કરવી પડે છે, તેને કરતાં ન જ ભર્યો હોત તે સારું. મારે વડીલબંધુ વસુસાર જ્ઞાની નથી કે તે તે સુખપૂર્વક કેવી નિદ્રા લઈ રહ્યા છે ?
પછી તે તેમણે વાચા આપવા લેવાનું બંધ કર્યું. આગળ અભ્યાસ કરે પણ બંધ કર્યો અને ભણેલું વિસ્મૃત થઈ જવા લાગ્યું. આ રીતે તેમણે અમૃતને ઘડો ફેડી નાખી, પાપને ઘડે સ્વીકાર્યો અને તીવ્ર જ્ઞાનાંતરાય કર્મ બાંધ્યું. આ તેમજ રૌદ્રધ્યાનને વશ થઈ તે વસુદેવ મુનિ કાળ કરી તમારા વરદત્ત પુત્ર તરીકે જન્મે છે. પૂર્વ ભવના જ્ઞાનમંતરાયને કારણે તેમને વિદ્યા પ્રાપ્ત થઈ નથી અને કઢને રોગ પ્રાપ્ત થયો છે.
આ હકીકત સાંભળતાં જ વરદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ગુરુમહારાજને જ્ઞાનાંતરાયના નિવારણ માટે પૃચ્છા કરી. ગુરુએ તેમને જ્ઞાનપંચમીની આરાધના કરવા જણાવ્યું.
જ્ઞાનપંચમીના આરાધનથી તેને દેહ સુવર્ણ જેવી કાંતિવાળો બની ગયું. રાજાએ તેમને અનેક રાજકન્યાઓ પરણાવી.