________________
જ્ઞાનપંચમી તપ
૧૩પ
ગુણમંજરી પણ જ્ઞાનપંચમીના આરાધનથી નિરંગી થઈ. શ્રેષ્ઠીએ પણ તેને કુળવાન વણિક પુત્ર સાથે પરણાવી.
કાળકને તેઓ બંનેએ દીક્ષા લીધી. સુંદર ચારિત્ર પાળી તેઓ દેવલેકમાં ઉપજ્યા, ત્યાંથી ચ્યવી વરદત્તને જીવ મહાવિદેહમાં શુરસેન નામે રાજવી થયા અને ચારિત્ર પાળી, મુક્તિ પામે. ગુણમંજરીને જીવ પણ સુગ્રીવ નામે રાજકુમાર થયે અને શુદ્ધ સંયમ પાળી મેલે ગયે.
આ પ્રમાણે જ્ઞાનપંચમીની આરાધના કરવાથી તેઓ સદ્ગતિના ભાજન થયા. જ્ઞાનપંચમીને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે.
જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, લખવું, લખાવવું તેમજ જ્ઞાનીની ભક્તિ-બહુમાન કરવું, જેથી જ્ઞાનાંતરાય કર્મ તૂટે છે. જ્ઞાનીની પ્રશંસા કરવી, યથાશક્તિ જ્ઞાને પગરણ વહેંચવા અને સમ્યગજ્ઞાનને વિકાસ થાય તેમ વર્તવું, એ જ સ્વકલ્યાણની સાચી કુંચી છે.
જ્ઞાન અને તેના ભેદો-પ્રકારે સંબંધી અગાઉ નવમા, દશમા અને અગિયારમા જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામના તપમાં વિવેચન કરવામાં આવેલ છે, જેથી અહીં તેની પુનરુક્તિ કરવામાં આવતી નથી.
एवमेव तपो वर्षपञ्चकं कुर्वतां नृणाम् । एकान्तरोपवासेश्च पूर्ण संघतपो भवेत् ॥१॥