________________
જ્ઞાનપંચમી તપ
મહેનત કરી પણ પૂર્વના જ્ઞાનોતરાયને કારણે કંઈ પણ વિદ્યા ન આવડી. યુવાવસ્થા પ્રાપ્ત થતાં કુમારને કેદ્રને રેગ થયો, રાજાએ અનેક ઉપચારો કર્યા પણ દરેક પ્રયત્નમાં નિષ્ફળતા જ સાંપડી.
તે જ નગરમાં સિંહદાસ શ્રેણીને કપૂરતિલકા પત્નીથી ગુણમંજરી નામની પુત્રી થઈ. તે જન્મથી જ રોગી અને મૂંગી હતી. શ્રેષ્ઠીએ સારા સારા વૈદ્યો દ્વારા શુશ્રુષા કરાવી, પણ એક ઉપાય સાર્થક ન થયું. યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં મૂંગી અને રોગી હોવાથી કોઈ તેને પરણવા તૈયાર ન થયું.
એકદા તે જ નગરમાં ચાર જ્ઞાનના ધારક પૂ. શ્રી વિજયસેનસૂરિ પધાર્યા. શ્રેષ્ઠી પિતાની પુત્રી સાથે, રાજા પિતાના પુત્ર સાથે તેમજ અસંખ્ય નગરલેકે વંદન કરવા ગયા. સૂરિમહારાજે ગંભીર ધર્મદેશના આપી, જ્ઞાનનું માહાસ્ય સમજાવ્યું.
દેશનાને અંતે શ્રેષ્ઠીએ પોતાની ગુણમંજરી પુત્રી મૂંગી અને રોગી કેમ થઈ તેનું કારણ પૂછ્યું. ગુરુમહારાજે તેને પૂર્વભવ વર્ણવતાં કહ્યું કે–પૂર્વે ખેટક નગરમાં જિનદેવ શ્રેષ્ઠીને સુંદરી નામની પત્ની હતી. તેનાથી તેને પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ પ્રાપ્ત થઈ હતી. પુત્રે તેમજ પુત્રીઓ ઉંમરલાયક થતાં તેમને ભણવા મોકલ્યા. પુત્રે જડ જેવા અને ભણવામાં નિરુત્સાહી હતા. મહેતાજી ભણાવતા ત્યારે રમતગમત કરતાં કે આડુંઅવળું ધ્યાન રાખતા, જેથી