________________
શ્રીમતી
૧૧૧ તેનામાં રૂપ તેમજ ગુણને સુમેળ હતું. તે જ નગરમાં એક મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠીપુત્ર હતું. તેણે શ્રીમતીને હસ્તની માગણી કરી. સુવતશ્રેષ્ઠીએ પ્રથમ તે ઈન્કાર કર્યો, પરંતુ તે શ્રેષ્ઠીપુત્રે પોતે અતિશય ધમી હોવાનું અને જનધર્મ પર પ્રીતિ હોવાને આડંબર કરવા માંડયો. છેવટે બહુ સમ જાવવાથી સુવતશ્રેષ્ઠીએ શ્રીમતીને તેની સાથે ધામધૂમપૂર્વક પરણાવી.
પરણીને સાસરે આવ્યા બાદ શ્રીમતીને ગૃહ-વ્યવહાર થડે વખત તે શાતિપૂર્વક ચાલ્યો પરંતુ ત્યારબાદ શ્રીમતીના પરમ શ્રાવિકા ધર્મને કારણે તેની નણંદ વગેરે કેઈને કોઈ કારણ બતાવી તેને પર ગુસ્સે દર્શાવવા લાગ્યા. શ્રીમતી તેનું કારણ સમજી ગઈ છતાં નિશ્ચળ ચિત્તથી ધર્મનું પાલન કરતી. ધીમે ધીમે તેને પતિ પણ તેનાથી વિમુખ થવા લાગે, તેના સાસુ-સસરા પણ તેના પ્રત્યે ઓછો આદર બતાવવા લાગ્યા, છતાં શ્રીમતી તે નિશ્ચલ મને ધર્મનું આરાધન કરતી અને ગૃહકાર્યોમાં જરા પણ ખામી આવવા દેતી નહીં.
તેના સાસુ-સસરાએ પોતાના પુત્રને બીજી સ્ત્રી પરણાવવાને ઘાટ ઘડવા માંડે, પણ શ્રીમતીની હાજરીમાં તેમ કેમ બની શકે ? એકદા ઘરના સર્વ માણસેએ એકતમાં મળી એક પ્રપંચ રચે. ઘરની અંધારી કોટડીમાં એક ઘડામાં મોટો ભયંકર સર્પ મૂકીને તે ઘડાનું ઢાંકણું ઢાંકી દીધું. પછી સમય જોઈને તેના પતિએ શ્રીમતીને