________________
પંચપરમેષ્ઠી તપ
૪૫. પંચપરમેષ્ઠી તપ [અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–મે પંચ પરમેષ્ઠી કહેવાય છે, ત્રણે કાળ અને ત્રણે લેકમાં તે પ્રતિષ્ઠિત છે.
૧. અરિહંત-મોક્ષમાર્ગના પ્રથમ ઉપદેશક શ્રી અરિહંત ભગવંતે છે. તેઓ જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. દીક્ષા પ્રાપ્તિ બાદ ચોથું જ્ઞાન પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન ઉપાજી મોક્ષમાર્ગ દર્શાવે છે. સિદ્ધ ભગવતે દેહ રહિત હોવાથી તેમજ સામાન્ય કેવળજ્ઞાની અતિશય રહિત હોવાથી, તેઓ મોક્ષમાર્ગના આદ્ય દર્શક બની શકતા નથી. અરિ હતના ગુણ બાર છે.
૨. સિદ્ધ-અરિહતેન અરિહંતપણને તેમના આયુષ્યના અંતે અંત આવે છે જ્યારે સિદ્ધ ભગવંતોનું સિદ્ધપણું તે અવિનાશી છે. સિદ્ધ ભગવતેના ગુણે તેમજ સુખ અવ્યાબાધ છે. અવ્યાબાધ સુખ સિદ્ધ સિવાય અન્યને પ્રાપ્ત થતું નથી. અરિહંત પણ આયુષ્યકર્મના અંત સુધી દેહને આધીન રહે છે માટે જ અરિહંત પણ સિદ્ધપણું માટે ઉદ્યમ કરે છે. સિદ્ધ ભગવંતના ગુણ આઠ છે.
૩. આચાર્ય–અરિહંતે દેહધારી હોવા છતાં સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં તેમની હાજરી નથી હોતી. સિદ્ધ ભગવંત તે દેહ રહિત જ છે, માટે સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં મુક્તિને માર્ગ ચલાવવાની જવાબદારી આચાર્યના શિરે રહે છે. આચાર્ય ભગવંતના ગુણ છત્રીશ છે.