________________
૧૨૮
તરત્ન રત્નાકર
ઉપકરણે સર્વે પાંચ પાંચ ઢેકવા. પાંચ પ્રકારના ધાન્ય કવા. સંઘપૂજા, સંઘવાત્સલ્ય, ગુરુભક્તિ વિગેરે કરવું. આ તપનું ફળ જ્ઞાનને લાભ થવારૂપ છે. આ યતિ તથા શ્રાવક કરવાને આગાઢ તપ છે. આ તપ મુખ્યએ કરી જ્ઞાનને ઉદ્દેશીને છે, તેમાં જ્ઞાન લખાવવું તથા તેનાં ઉપગરણે કરાવવા એની આવશ્યકતા છે. જ્ઞાન લખાવવાને મહિમા આચારોપદેશમાં આ પ્રમાણે વર્ણવે છે –
लिखाप्यागमशास्त्राणि यो गुणिभ्यः प्रयच्छति । तन्मात्राक्षरसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥१॥
અર્થ—જે માણસ આગમ-શા લખાવીને ગુણ. મુનિઓને આપે છે, તે પુસ્તકના અક્ષર જેટલાં વર્ષ દેવકમાં વસે છે. (ઈત્યાદિ )
* નમો નાણસ્સ' પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે ૫૧ કરવા અથવા પાંચ પાંચ કરવા.
૪૭. બૃહ પંચમી-જ્ઞાનપંચમી તપ
[ જ્ઞાન સંબંધી વર્ણન કરવું કે તેની વિશિષ્ટતા વર્ણવવી તે સુવર્ણને ઓપ આપવા જેવું કાર્ય છે. પ્રત્યેક દર્શન કે તે વર્ગ જ્ઞાનની મહત્તા પીછાણે છે અને તેને વિકસાવવા પ્રયાસ કરે છે, પરંતુ એ લક્ષ રાખવું જોઈએ કે જ્ઞાન જે સમ્યગ હેય તે જ તે “ તારક બની શકે છે. અન્યથા તે મિથ્યાત્વ-અજ્ઞાન “મારક” બને છે,
' , ,