________________
લઘુપંચમી તપ
૧૨૭ જેવી રીતે આરંભ કર્યો હોય એટલે કે બેસણું કે એકાસણું કે નવી વિગેરે જે તપ વડે આરંભ કર્યો હોય તે જ તપ કરવાની પદ્ધતિ છે.
અથવા આ તપ ઉપર પ્રમાણે શુકલ પંચમીએ આરંભ કરી ગુફલ તથા કૃષ્ણ એમ બન્ને પંચમી લઈ પચીશ પંચમીએ એટલે એક વર્ષ પૂર્ણ કરવામાં આવે છે. (નં. અ.)
અથવા ઉપર પ્રમાણે ગુફલ પંચમીએ આરંભી શુકલ તથા કૃષ્ણ એમ બને પંચમી લઈ પાંચ પંચમીએ આ તપ પૂરે કરવામાં આવે છે. તેમાં ઉઘાપને પક્વાન્ન, ફળ વિગેરે તથા જ્ઞાનના ઉપકરણ પાંચ પાંચ હેકવા (ન. ગ.)
અથવા શુકલ પંચમીએ શરૂ કરી દરેક પંચમીએ ઉપવાસ કરવો. એ રીતે પચીશ પંચમીએ એટલે એક વર્ષે તપ પૂર્ણ કરે. (પં. બુ )
ઉદ્યાપનમાં જિનપ્રતિમાની મોટી નાત્ર વિધિપૂર્વક પૂજા કરવી. પાંચ પાંચ વિવિધ પ્રકારના પકવાન્ન, ફળ, રૂપાનાણું વિગેરે ઢેકવાં. તથા અંગ, ઉપાંગ અથવા નાની પિથી પાંચ લખાવી સાધુને વહેરાવવી. તેના અભાવે સંઘના ભંડારમાં મૂકવી. પુસ્તક (જ્ઞાન)ની આગળ સાપડા, પાટી, રૂમાલ, દેરી, પીંછી, નવકારવાળી, વાસક્ષેપને વાવટો અથવા દાબડે, લેખણ, ખડીએ, મુખવસ્ત્રિકા, દાંડ, રજોહરણ, ઠવણી, ઘાને પાટો, છાબડી, જંગલૂડણાં, સુખડ, વાસક્ષેપ વિગેરે જ્ઞાન, દર્શન તથા ચારિત્રના