________________
પંચપરમેષ્ઠી તપ
૧૨૫
उपवासैकस्थाने आचाम्लैकाशने च निर्विकृतिः । प्रतिपरमेष्ठि च षट्क प्रत्याख्यानस्य भवतीदम् ॥१॥
પાંચ પરમેષ્ઠીની આરાધના માટે આ તપ છે. તેમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે એકલડાણું, (માત્ર એક જ હાથ હાલે પણ બીજું કઈ અંગ હાલવું ન જોઈએ. તથા સ્થાનકે જ ચૌવિહાર કરવો જોઈએ.) ત્રીજે દિવસે આંબિલ, ચોથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નવી, છછું. દિવસે પુરિમ અને સાતમે દિવસે આઠ કવળ ( અથવા બીજી પ્રતોને આધારે બેસણું પણ છે. ) એ પ્રમાણે સાત દિવસની એક એવી થઈ. એવી પાંચ ઓળી કરવાથી ૩૫ દિવસે તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપને પંચતીથી બિંબ ભરાવવું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની ભક્તિ, મોદક ૩૫ તથા બીજી વસ્તુ પાંચ પાંચ પ્રભુ પાસે ઠેકવી. સંધપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વ વિઘની શાંતિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
સાઇ ખ૦ લે નેo નમે અરિહંતાણું ૧૨ ૧૨ ૧૨ ૨૦ » નમે સિદ્ધાણું ૐ નમો આયરિયાણ ६ १ १ છે નમે ઉવક્ઝાયાણું ૨૫ ૨૫ ૨૫ છે નમે એ સવ્વસાહૂણું ૨૭ ૨૭ ૨૭ ૨૦