________________
૧૨૬
તપેારત રત્નાકર
૪૬. લઘુપચમી તપ.
[ આ પચમી તપસ''ધી વિશેષ વર્ણન અને કથા આના પછી ૪૭ મા મૃત્પંચમી તપના વિવરણમાં આપેલ છે તે વાંચવું]
लघुपंचम्यां द्वयशनादि पञ्चमासोत्तरं तपः कृत्वा । तत्पञ्चविधं समाप्तौ समाप्यते मासपंचविंशत्या ॥ १ ॥
પચમીને દિવસે કરવાના તપ તે પંચમી તપ કહેવાય છે તે તપ શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, પેષ અને ચૈત્ર, એટલા માસ વઈને બીજા માસમાં શુદ પાંચમે શરૂ કરવા. પુરુષે અથવા સ્ત્રીએ જિનચૈત્યને વિષે જાત્યાદિક પુષ્પાવડે દેવપૂજા કરવી. પછી જ્ઞાનનું સ્થાપન કરી તેની પણ પુષ્પાદિ વડે પૂજા કરવી. પછી તેની આગળ શુભ ( અક્ષત ) તંદુલવડે સુંદર સ્વસ્તિક કરવા. તેના પર ધૃતપૂર્ણ પાંચ વાટવાળા ઢેઢીપ્યમાન દીપક મૂકવે. પાસે ફળ, મેદક આદિ નૈવેદ્ય મૂકવું. પોતે મસ્તક પર ગંધ, અક્ષત અને ચંદનને ધારણ કરી ગુરુ પાસે જઈ શુકલ પાંચમી તપને આર’ભ કરવા. પાંચ માસની પાંચ શુક્લ પાંચમને દિવસે બેસણું કરવુ. પછી પાંચ માસની પાંચ શુકલ પંચમીએ એકાસણું કરવું. પછી પાંચ માસની પાંચ શુક્લ પંચમીએ નવી કરવી. પછી પાંચ માસની પાંચ શુકૂલ પાંચમીએ આંબિલ કરવા. પછી પાંચ માસની શુક્લ પ’સમીએ ઉપવાસ કરવા. એ પ્રમાણે પચીશ માસે તે તપ પૂ થાય છે. કોઈ ગચ્છમાં પચીશે માસની દરેક પંચમીએ