________________
એકાવલિ તપ
૧૧૯
ચતુર્દશીઓએ એકાસણાદિ યથાશક્તિએ કરવામાં આવે છે. ઉદ્યાપનમાં ચૌદ જાતિના ધાન્ય તથા ચૌદ ફલાદિ જ્ઞાન પાસે વા પ્રભુ પાસે ધરાય છે.
શુકલ અગિયારશ ૧૧ માસ સુધી કરવી અને શુકલ ચૌદશ ૧૪ માસ ઉપવાસથી કરવી. તે બંને તપમાં મૌનપણથી રહેવું. તે તપને મૃતદેવી તપ કહે છે. એમ એક પ્રાચીન પ્રતિમાં લખેલું છે.
૪૩. એકાવલિ તપ [જે તપમાં, એકાવલિ સુવર્ણ આભરણની માફક, પદક, પુષ્પ, દાડિમ, સેર વિગેરેની માફક તપશ્ચર્યા કરવામાં આવે તે એકાવલિ તપ કહેવાય.]
एकद्वित्र्युपवासः काहलिके द्व तथा च दाडिमके। वसुसंरव्यैश्चतुर्थैः श्रेणी कनकावलीवच्च ॥१॥ चतुस्त्रिंशचतुर्थेश्च पूर्यते तरलः पुनः । समाप्तिमेति साधूनामेवमेकावली तपः ॥२॥
એક આવીની જેમ ઉપવાસ કરવાથી એકાવળી તપ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ પછી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, એમ કરવાથી પ્રથમ કાહલિકા થાય છે. પછી એકાંતર પારણાવાળા આઠ ઉપવાસ કરવા, તેણે કરીને કાલિકાની નીચે દાડિમ પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યારપછી એક ઉપવાસ ઉપર પારણું,