________________
૧૨૦
તપાન રત્નાકર
પછી બે ઉપવાસ ઉપર એક પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, એ રીતે ચડતાં ચડતાં સેળ ઉપવાસ ઉપર એક પારણું કરવાથી હારની એક સેર પૂરી થાય છે. ત્યાર પછી ચોત્રીશ ઉપવાસ એકાંતર પારણવડે કરવાથી તે હારનું પદક થાય છે. ત્યારપછી વિલેમના કમથી એટલે સેળ ઉપવાસ ઉપર એક પારણું, પંદર ઉપવાસ ઉપર એક પારણું, ચૌદ ઉપવાસ ઉપર એક પારણું, એમ ઉતરતા ઉતરતા છેવટ એક ઉપવાસ ઉપર એક પારણું કરવાથી બીજી સેર પૂરી થાય છે. પછી પારણાના આંતરાવાળા આઠ ઉપવાસ કરવાથી બીજા દાડિમના પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્રણ ઉપવાસ અને છેવટે એક ઉપવાસ ઉપર પારણું એ રીતે કરવાથી બીજી કાહલિકા પૂર્ણ થાય છે. આમ કરવાથી કુલ ૩૩૪ ઉપવાસ અને ૮૮ પારણાં થાય છે.
ઉદ્યાપનમાં બૃહસ્નાત્ર પૂર્વક વિધિથી પૂજા કરીને પ્રતિમાને મુક્તાફળને એક સેરને મેટો હાર પહેરાવત સંઘવાત્સલ્ય, સંઘપૂજા, ગુરુપૂજા વિગેરે કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
બીજી રીતે એકાસણું ૧, નવી ૧, આંબિલ ૧, તથા ઉપવાસ ૧, એ રીતે એક ઓળી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પણ એકાવળી તપ થાય છે. (આ મતાંતર વિધિપ્રપમાં છે.)
* તથા સુવર્ણ અક્ષરય પુસ્તક લખાવી સુવિહિત મુનિરાજને આપવું. તેવો જોગ ન હોય તો શ્રી સંઘના ભંડારમાં મૂકવું. પણ પોતાની નિશ્રાએ ન રાખવું.