________________
ચૌદ પૂર્વ તપ
शुक्लपक्षे तपः कार्य, चतुर्दश चतुर्दशीः । चतुर्दशानां पूर्वाणां, तपस्तेन समाप्यते ॥१॥
ચૌદ પૂર્વની આરાધના માટે જે તપ, તે ચૌદ પૂર્વ તપ કહેવાય છે. તેમાં શુભ મુહુર્તે શુદ ચૌદશને રેજ શરૂ કરી ચૌદશે ચૌદશે શક્તિ પ્રમાણે ઉપવાસ અથવા એકાસણાદિક તપ કરે. અથવા બન્ને ચૌદશ લઈને સાત માસે તપ પૂરી કરે. [ આ ચતુર્દશી તપ કહેવાય છે. અથવા સુદ ચૌદશને દિવસે આરંભીને લગભગ ચાર દિવસ સુધી એકાસણા કરી પૂર કરે. પ્રથમ આગમની સ્થાપના કરવી. વાસક્ષેપથી તેની પૂજા કરવી. જ્ઞાન પાસે નીચે બતાવ્યા પ્રમાણે નિત્ય સાથીયા કરવા. નિત્ય ચૈત્યવંદન કરવું. જ્ઞાનની યથાશક્તિ રૂપાનાણે પૂજા કરવી. જ્ઞાનની પૂજા ભણાવવી. સ્તવનને સ્થાને જ્ઞાનની પૂજા કહેવી છેલ્લે દિવસે વરઘેડે ચડાવે.)
ઉદ્યાપન જ્ઞાનપંચમીની પેઠે કરવું. (જુઓ નંબર ૪૭ અથવા ૪૬) વિશેષ એટલે કે ૧૪ પુસ્તક લખાવીને મૂકવાં. તથા ચૌદ ચૌદ પદાર્થો-ઉપકરણો લેવાં. ગુરુપૂજા, સંઘપૂજા, સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ સમ્યક્ શ્રવજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે જે પૂર્વ તપ ચાલતે હોય તે પૂર્વનું ગણવું. ચૌદ પૂર્વનાં નામ
સાવ ખ૦ લે ને ૧ શ્રી ઉત્પાદપૂર્વાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ શ્રી આગ્રાયણી પૂર્વાય નમઃ ૨૬ ૨૬ ૨૬ ૨૦