________________
62
સમવસરણ
ભિત ત્રીજો ગઢ રચે છે. તેના પાંચ હજાર પગથિયા હોય છે. પૂર્વ દ્વારે સામ, દક્ષિણ દ્વારે યમ, પશ્ચિમ દ્વારે વરુણ અને ઉત્તર દ્વારે કુબેર એ પ્રમાણે ચાર લેાકપાળા દ્વારપાળ તરીકે રહે છે.
આ ત્રીજા રત્નના ગઢની મધ્યમાં સરખી ભૂમિનુ પીડ હાય છે, તે એક કેશ અને છસેા ધનુષપ્રમાણ વિસ્તારવાળુ હોય છે.
આ ભૂમિતળના મધ્યમાં પરમાત્માના દેહપ્રમાણથી ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી મણિરત્ન પીઠ હોય છે. તે પીઠના મધ્યભાગમાં એક યેાજનના વિસ્તારવાળા અશે કવૃક્ષ હાય છે. તે જિનેશ્વર ભગવ ́તના દેહુમાનથી ખારગણા ઊંચા હાય છે. તે વૃક્ષની નીચે દેવછંદ હાય છે. તેની ચારે દિશાએ ચાર સુવર્ણનાં સિ'હાસન હોય છે. આગળ એક રત્નમય પાદપીડ હાય છે તેના પર પરમાત્મા ચરણન્યાસ કરે છે. દરેક સિંહાસન પર મોતીની શ્રેણીથી અલંકૃત ત્રણ-ત્રણ છત્રા હાય છે. દરેક સિહાસનની બંને બાજુ એ ચામરધારી દેવા રહે છે. સિંહાસન આગળ ચારે દિશાએ ધર્મચક્ર તેમજ નાની નાની ઘટડીએથી સુશેાભિત મહાધ્વજ હાય છે. પૂર્વ દિશાના ધ્વજને ધર્મધ્વજ, દક્ષિણના ધ્વજને માનધ્વજ, પશ્ચિમના ધ્વજને ગજધ્વજ અને ઉત્તરના ધ્વજને સિહધ્વજ કહેવામાં આવે છે.
મણિપીઠ, ચૈત્યવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર તથા