________________
તરત્ન રત્નાકર
કલ્લાક ગામમાં ધનુમિત્ર અને ધમ્મિલ્લ નામના બે બ્રિજેને વારણ અને ભદિલા નામની પત્નીથી વ્યક્ત અને સુધર્મા નામના પુત્રો થયા હતા.
મૌર્ય ગામમાં ધનદેવ અને મૌર્ય નામના બે દ્વિજો માસીયાઈ બંધુ હતા. તેઓને મંડિક અને મૌર્યપુત્ર નામના પુત્રો હતા.
વિમળાપુરીમાં દેવ નામના દ્વિજને જયંતિ ભાર્યાથી અકૅપિત નામને પુત્ર હતું. કેશલા નગરીમાં વસુ નામના દ્વિજને નંદા સ્ત્રીથી અલભ્રાતા નામનો પુત્ર હતે.
વત્સ દેશમાં આવેલા તુંગિક ગામમાં દત્ત દ્વિજને કરૂણ પત્નીથી મેતા નામને પુત્ર હતું. રાજગૃહ નગરમાં બલ નામના દ્વિજને અતિભદ્રા સ્ત્રીથી પ્રભાસ નામને પુત્ર હતે.
આ અગિયારે વિપ્રકુમાર ચારે વેદમાં નિષ્ણાત હતા અને સેંકડો શિષ્યને પરિવારવાળા હતા.
અપાપા નામની નગરીમાં મિલબ્રિજે તે અગિયારે વિપ્રકુમારને યજ્ઞાથે નિમંચ્યા હતા. તે સમયે ત્યાં જ વીર ભગવંતને સમવસરેલા જાણી દેવે વંદનાર્થે આવી રહ્યા હતા, તે જોઈને ઇંદ્રભૂતિએ હર્ષથી પોતાના સાથીદારને કહ્યું કે
આપણુ યજ્ઞકર્મને પ્રભાવ જુએ ! આપણા મંત્રબળથી આકર્ષાઈ દેવે પણ આવી રહ્યા છે.” તેવામાં ચંડાલના ગ્રહની માફક યજ્ઞ-મર્યાદાને ત્યજી દઈ દેને સમવસરણમાં