________________
વીરગણધર
૯૩
૩૮. વીરગણધર તપ
[“ગણ”ની રચના કરે તે ગણધર કહેવાય. સાધુસમુદાય તેમની નિશ્રામાં સોંયમારાધના કરે. ભગવત મહાવીરને અગિયાર ગણધરો હતા. પરમાત્મા ઋષભદેવને ચારાશી ગણધર હતા. એ પ્રમાણે દરેક ભગવાને જુદી જુદી સંખ્યામાં ગણધરો હાય છે.
મુખ્ય ગણધર પરમાત્માના મુખથી ત્રિપદી” સાંભળી તેના પરથી દ્વાદશાંગીની રચના કરે છે. ભગવત મહાવીરના અગિયાર ગણધર પૈકી નવ ગણધરા ભ૦ મહાવીરની હૈયાતિમાં જ મુક્તિપદ પામેલા. મુખ્ય ગણધર ગૌતમસ્વામીને ભગવત મહાવીરના નિર્વાણ પછી તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું એટલે શેષ રહેલા શ્રી સુધર્માંસ્વામીને શાસનના ભાર સોંપવામાં આવેલ. તેએશ્રીએ ભ॰ મડાવીરના નિર્વાણ પછી ૨૦ વ પન્ત શાસન-ધુરા વહન કરી. ત્યારથી જ સૌધર્મ-પટ્ટપર’પરા” શરૂ થઈ છે. અગિયારે ગણધરો સંબંધી ફૂંક વૃત્તાંત નીચે પ્રમાણે છે. વિશેષ જાણવાના જિજ્ઞાસુએ “ગણધરવાદ” નામના ગ્રંથ વાંચવે,
૧. ઇંદ્રભૂતિ—(શ્રી ગૌતમસ્વામી) મગધ દેશમાં આવેલા ગેાખર નામના ગામમાં ગૌતમ ગોત્રીય વસુભૂતિ દ્વિજની પૃથ્વી નામની પત્નીના તેઓ સુપુત્ર હતા. તેમને અગ્નિભૂતિ તેમજ વાયુભૂતિ નામના એ લઘુ બધુ હતા. આ ઉપરાંત—