________________
વીરગણધર તપ
૯૭ ૮. અકંપિત—“નજરે ન દેખાવાથી નારકીના જીવો નથી” એ તમારો સંશય વૃથા છે. અત્યંત પરવશપણાને કારણે તેઓ અહીં આવી શકતા નથી તેમજ તમારા જેવા મનુષ્યો ત્યાં જવાને સમર્થ નથી. ક્ષાયિક જ્ઞાન સિવાય તેનું સ્વરૂપ જાણી શકાશે નહિ.” તેમણે પણ ત્રણ શિષ્ય સાથે દીક્ષા લીધી.
૯. અચળભ્રાતા–“તમારો પુણ્ય અને પાપ વિષેને સંદેહ મિથ્યા છે, કારણ કે દીર્ધ આયુષ્ય, અત્યંત રૂદ્ધિ, સુંદર રૂપ, સંપૂર્ણ આરોગ્ય વિગેરે પુણ્યનાં પ્રત્યક્ષ ફળ આ લેકમાં પણ જોવાય છે. તેથી વિપરીત પાપનાં ફળો છે.” તેમણે પણ ત્રણ શિષ્યો સાથે દીક્ષા લીધી.
૧૦. મેતાર્ય–“ભવાંતરમાં પ્રાપ્ત થનાર પરલેક નથી,” એવો તમારો સંશય છે પણ બધા પૃથ્વી, પાણી વિગેરે પંચભૂત કરતાં જીવની સ્થિતિ જુદી છે. પંચભૂત નાશ પામી જાય છે પણ જીવમાં ચેતનાશક્તિ છે. તે પરલેકમાં જાય છે અને ત્યાં જાતિસ્મરણ વિગેરે જ્ઞાનથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે. તેમણે પણ ત્રણસો શિષ્ય સાથે સંયમ સ્વીકાર્યું.
૧૧. પ્રભાસ--“મેક્ષ છે કે નહીં ?” એ તમારે સંશય દૂર કરો. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્મ સિદ્ધ થાય છે અને શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી કર્મને ક્ષય થતાં મેક્ષ પ્રાપ્ત થાય છે. તેમણે પણ ત્રણ શિષ્ય સાથે પ્રવજ્યા ગ્રહણ કરી.
ત–૭