________________
વીરગણધર
૯૫
એને જેમણે જીતી લીધા તે ખરેખર સર્વજ્ઞ જ હોવા જોઈએ માટે હું પણ તેમનું શરણ સ્વીકારું અને મારો સંશય છેઠું. આ પ્રમાણે વિચારી તે પણ પરમાત્મા પાસે પિતાના પરિવાર સહ આવ્યા. પરમાત્માએ તેમને જણાવ્યું કે હે વાયુભૂતિ ! તમને જીવ અને શરીર વિષે મોટો ભ્રમ છે; પ્રત્યક્ષ રીતે જીવ શરીરથી ભિન્ન જણાતું નથી તેથી જળમાં પરપોટાની માફક જીવ શરીરમાં જ ઉત્પન્ન થઈને શરીરમાં જ મૂચ્છ પામે છે. આ તારે સંશય છે પણ તે મિથ્યા છે, કારણ કે સર્વ પ્રાણીઓને જીવ દેશથી તે પ્રત્યક્ષ છે, કારણ કે તેની ઈચ્છા વિગેરે ગુણે પ્રત્યક્ષ હોવાથી સ્વસંવિ-પિતાને જે અનુભવ થાય તેવે છે તે જીવ દેહ અને ઈદ્રિયોથી જુદો છે અને ઇંદ્રિયે જ્યારે નાશ પામે છે ત્યારે પણ તે ઇદ્રિએ પ્રથમ ભેગવેલા અર્થને સંભારે છે.” આ પ્રમાણે સંશયછેદ થતાં વાયુભૂતિએ પણ પાંચસે શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી.
૪. વ્યક્ત-તેમણે વિચાર્યું કે ત્રણ વેદ જેવા ઇંદ્રભૂતિ વિગેરે ત્રણે બંધુઓએ દીક્ષા લીધી તેથી પરમાત્મા સર્વજ્ઞ છે તેમાં શંકા નથી. હવે હું પણ મારી શંકાનું નિરસન કરી પ્રભુને શિષ્ય થાઉં. તેને પણ પરમાત્માએ જણાવ્યું કે-“હે વ્યક્ત ! પૃથ્વી આદિ પંચ ભૂત છે જ નહીં એવી તને શંકા છે, પણ ભુવનમાં વિખ્યાત થયેલા સ્વપ્ન, અસ્વપ્ન, ગંધર્વપુર વિગેરે ભેદો જ ન ઘટી શકે.” આ પ્રમાણે સંશય છેદતાં તેમણે પાંચસો શિષ્ય સાથે દીક્ષા સ્વીકારી.