________________
તપોરન રત્નાકર પુણ્યનું પાત્ર કેણ ? તમારે દાન, યજ્ઞ વિગેરે કરવાનું નિમિત્ત પણ શું ?”
પરમાત્માના આવા યુક્તિયુક્ત વચને સાંભળી તેમના મિથ્યાત્વનું છેદન થયું એટલે મિથ્યાભિમાનને ત્યાગ કરી તરતજ તેમણે પોતાના પરિવાર સહિત પરમાત્મા પાસે દીક્ષા લીધી.
૨. અગ્નિભૂતિ-ઇંદ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને તેમના બંધુ અગ્નિભૂતિએ વિચાર્યું કે તે ઇંદ્રિજાલિકે મારા ભાઈને છેતરી લીધો જણાય છે માટે તેમને જીતી મારા ભાઈને પાછો લાવું. આમ વિચારી પાંચસે શિષ્યના પરિવાર સહિત પરમાત્મા પાસે જઈને બેઠા. તે સમયે પરમાત્માએ તેમને સંબોધીને કહ્યું કે-હે અગ્નિભૂતિ ! તમને કર્મ છે કે નહિ ? તે સંશય છે, પણ અતિશય જ્ઞાની પુરૂષને કર્મ પ્રત્યક્ષ જણાય છે. તમારા જેવા છઘ0 પુરૂષોને જીવની વિચિત્રતા જેવાથી અનુમાન વડે કર્મ જાણી શકાય છે. કર્મની વિચિત્રતાથી જ સુખદુઃખ વિગેરે વિચિત્ર ભાવે પ્રાપ્ત થાય માટે “કર્મ છે એ તું નિશ્ચય રાખ. કોઈ રાજા છે તે કઈ ભીખારી છે, કેઈ હાથી પર બેસે છે તે કોઈ પગે ચાલે છે, કઈ દાન આપે છે તે કોઈ ભીખ માગીને ઉદરપૂતિ કરે છે–તે સર્વ કર્મને જ પ્રભાવ છે. પરમાત્માના વચનથી પ્રતિબંધ પામી અગ્નિભૂતિએ પણ પરમાત્મા પાસે સ્વશિ સહિત દીક્ષા સ્વીકારી.
૩. વાયુભૂતિ–તેમણે વિચાર્યું કે મારા બંને બંધુ