________________
એક સો સિત્તેર જિને તપ
૧૦૧
ચવીશ–વીશ તીર્થક થયા છે અને શેષ આરામાં તીર્થકરોને વિરહ હોય છે. પરન્તુ મહાવિદેહ ક્ષેત્રમાં તે અમુક અમુક વિજયોમાં તીર્થકરે તે વિચરતા જ હોય. મહાવિદેહ ક્ષેત્ર આશ્રયી કદાપિ તીર્થકરોનો વિરહ થતું નથી.
કોઈ એ ઉત્કૃષ્ટ કાળ પણ આવે છે કે જે સમયે મહાવિદેહની બત્રીશે વિજયમાં અને ભરત તેમજ અરવત ક્ષેત્રમાં પણ તીર્થકરે વિચરતા હોય ત્યારે તે સંખ્યા ૧૭૦ તીર્થકરની થાય છે. મહાવિદેહની બત્રીશ વિજય. તેવા પાચે મહાવિદેહની ૧૬૦ વિજયમાં ૧૬૦ તીર્થકર, પાંચ ભરતના પાંચ અને પાંચ ઐરાવત ક્ષેત્રના પાંચ મળીને કુલ ૧૭૦ તીર્થકરે વિચરે છે.
એ સ્વાભાવિક જ છે કે-જે સમયે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં તીર્થકર વિચરતા હોય તે જ સમયે ધાતકીખંડ કે પુષ્પરાવર્તા ક્ષેત્રમાં પણ તીર્થંકર વિચરતા જ હોય. તે પ્રમાણે મહાવિદેહ અને અરવત ક્ષેત્ર આશ્રયી પણ જાણી લેવું.
૧૭૦ તીર્થકરો એક જ સમયે વિચરતા હોય તેવું ચાલુ વીશીનાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવંતના સમયે બન્યું હતું.]
सप्ततिशतजिनानामुद्दिश्यकैकभक्तं च । कुर्वाणानामुद्यापनात्तपः पूर्यते सम्यक् ॥१॥
એક સે સીત્તેર જિનેશ્વરની આરાધના માટે આ તપ છે. તેમાં એક સીત્તેર તીર્થકરોને આશ્રયીને આંતરા રહિત એક એક એકાસણું કરવું એટલે એક સે સીત્તેર લગેલગ એકાસણાં કરવાં. અથવા તે વીશ એકાસણાં લગલગ કરીને